જૂનાગઢ મહિલા પીએસઆઇએ ટોળા સામે નોંધી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ મનપાની ચૂંટણીની મતગણતરી હતી જેમાં વોર્ડ નં.8માં ર્કોગ્રેસની પેનલના ચારેય ઉમેદવારની જીત થઇ હતી. કોંગ્રેસના ઉમેદવારોને ચિતાખાના ચોકમાં પરાજીત આપ ઉમેદવાર વિજય સરઘસ વખતે હુમલો કરે એવી દહેશત વ્યકત કરી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા ગર્વ ટીમ સહિતના સ્ટાફને ચિતાખાના ચોકમાં બંદોબસ્તમાં મુકવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષના વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજા સહિતના કાર્યકર ચિતાખાના ચોકમાં પહોંચતા ત્યાં તેઓએ નારા લગાવ્યા હતા ત્યારે વોર્ડ નં.8ના આમ આદમી પાર્ટીના પરાજીત ઉમેદવાર રઝાક હાલાની ઓફીસમાંથી 15થી 20 લોકોનું ટળુ ગાળો બોલતા અને ઉગ્ર નારા લગાવતુ ત્યા આવ્યુ હતુ.
- Advertisement -
બંને પક્ષના ટોળા વચ્ચે ઝપાઝપી થઇ હતી. બંદોબસ્તમાં હાજર પોલીસ બંને પક્ષના ટોળાને અલગ પાડતી હતી ત્યારે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજાએ ટેબલનો છુટ્ટો ઘા કરતા ગર્વ ટીમના મહિલા કોન્સ્ટેબલ મયુરીબેન ભૂતપભાઇ ધ્રાંગા પડી ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસ પક્ષની રેલીમાં હાજર અરમાન તારીક શેખ, જાહીર જાકીર શેખ, સાકિર કાદર શેખ, અઝમી હબીબ મેમણ, અબ્દુલ રઝાક હાજી હુશેન, ન્યાઝમહમદ, રિયાઝખાન યુસુફજઇ, મહેબુબ પંજા, ગની ફકીર તથા સાજીદ ઝપાઝપી લાગ્યદ મેમણ પોલીસણા કરતા હતા ત્યારે આદમ હુસૈન હાલા, મહમદ ઉર્ફે ડેની હુસેન હાલા, રઝાક હુસેન હાલા, રમીઝ સિદીક હાલા, માહિર મુસ્તાક હાલા, સમીર ઉર્ફે કાગડો સમા, મિન્ડીબાપુ નાસીરબાપુ, સમીર રઝાક હાલા, શરીફ ઉર્ફે દિલો હાલા, અરમાન કરીમ હાલા, જીસાન કરીમ હાલા અને અયાઝ મહમદહુસેન હાલાને ઝઘડો ન કરવા કહેતા આ લોકોએ પણ રેલીમાં મારામારી કરવા લાગ્યા હતા.
રમીઝ હાલાના બંને હાથમાં છરી હોવાથી પોલીસે તેને પકડી હતો લીધો પરંતુ તે પીએસઆઈ પી.કે. ગઢવીના હાથમાંથી છટકી બાજુની ગલીમાં દોડીને ભાગી ગયો હતો. પોલીસે આદમ હાલા, મહમદ ડેની હુસેન હાલા તથા શરીફ ઉર્ફે દિલો હાલાને પકડી લીધા હતા જ્યારે અન્ય શખ્સો નાસી ગયા હતા.આ અંગે પીએસઆઈ પી.કે. ગઢવીએ ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર તથા કાર્યકરો અને આપના પરાજીત ઉમેદવાર તેમજ તેના ટેકેદારો સહિત 23 શખ્સો સામે ફરજમાં રૂકાવટ, રાયોટીંગ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા શખ્સોને પકડી લેવા તજવીજ શરૂ કરી છે. આ ઘટના બાદ ચિતાખાના ચોકમાં ચુસ્તનનબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, બપોરે બબાલ થયા બાદ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, હાલ ફરાર શખ્સોને પકડવા તપાસ ચાલી રહી છે.