મેંદરડામાં ઊંટ બીમાર પડતા અજબ કિસ્સો સામે આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
મેંદરડા એવર સાઇન સ્કૂલની સામેની બાજુમાં એક ઊંટ બીમાર હાલતમાં પડેલ જોવા મળતા આસપાસના વાડી વિસ્તારના લોકોએ સેવાભાવી સંસ્થાના લોકોને જાણ કરી હતી. ઊંટ બીમાર હાલમાં પડ્યો હોવાની જાણ સ્થાનિક માનપુર ગૌશાળા ટીમ, યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ, કાન્હા ગૌ સેવા ગ્રુપના લોકો અને ગૌરક્ષ ભરતભાઈ આહીર (છાત્રોડા) તે પણ આ રેસ્ક્યુ કરવા દોડી આવ્યા હતા. આ રેસ્કયુ આશરે પાંચ કલાક જેવું ચાલ્યું હતું બધા લોકો એ ખૂબ મહેનત કરી ને ઊંટને બહાર કાઢીને તેને સારવાર અર્થે રાજકોટ ખાતે લઈ જવામાં આવે ત્યારે ઊંટને ઉંચકવો કઈ રીતે સામાજિક કાર્યો કરતી સંસ્થાના સેવકોએ ખુબ મેહનત કરી પણ ઊંટ ઉંચકાયો નહિ અંતે ક્રેનની મદદ વડે ઊંટને ઊંચકી તેને મીની ટ્રકમાં ચડવામાં આવ્યો હતો ત્યારે મેંદરડામાં આ અજુકતો કીસો સામે આવ્યો હતો જેમાં ઉંટ બીમાર હોવાથી એક જગ્યા એ થી બીજી જગ્યા ચાલી ન સકતા તેને 5 કલાક રેસ્ક્યુ કરી તેને ક્રેન વડે ઉપાડી ગાડીમાં મૂકી સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યો હતો.



