ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા માંગનાથ રોડ પર પાણીની લાઇન નાખવા રસ્તાઓ તોડવામાં આવ્યા છે. વેપારીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ મહાનગરપાલિકા દ્વારા બે સપ્તાહમાં કામગીરી પૂર્ણ કરી રસ્તો રિપેરીંગ કરવા જણાવ્યુ હતુ. ગોકળ ગાયની ગતિએ થતી કામગીરીના કારણે વેપારીઓ તો ઠીક હવે પશુઓને પણ મુશ્ર્કેલી થઇ રહી છે. ખાડામાં ગાય ખાબકી પાઇપ વચ્ચે ફસાઇ હતી. વેપારીઓ દ્વારા ગાયને સલામત બહાર કાઢવામાં આવી હતી. વેપારીઓ દ્વારા રસ્તો રિપેર કરવા અવાર-નવાર રજૂઆત કરી છે પરંતુ કોઇ કામગીરી થઇ નથી. ખાડામાં પડી જવાથી નિદોર્ષ પશુ કે વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય તે પૂર્વે મહાનગરપાલિકા આળ ખંખેરી તાત્કાલી રસ્તો રીપેર કરે તેવી વેપારી એસોસીએશન દ્વારા માંગ કરી છે.
જૂનાગઢના માંગનાથ રોડ પર ખાડામાં ગાય ખાબકી જતા રેસ્ક્યુ કરાયું



