LCB દ્વારા દેશી દારૂ તથા આથો સહિત 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા , પી.એસ.આઇ જે.વાય.પઠાણ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે સાયલા તાલુકાના ધારાડુંગરી ગામના સીમ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની બદી ચાલતી હાઇવે અંગે માહિતીના આધારે દરોડો કરતા દેશી દારૂ બનાવવાનો 400 લીટર ગરમ આથો કિંમત 10000/- રૂપિયા તથા 800 લીટર ઠંડો આથો કિંમત 20000/- રૂપિયા , ગરમ દેશી દારૂ 25 લીટર કિંમત 5000/- રૂપિયા તથા ઠંડો દેશી દારૂ 175 લીટર કિંમત 35000/- રૂપિયા એક કુલ 70,000/- રૂપિયાનો દારૂ જપ્ત કરી વિજય સુખાભાઈ સરલા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.