22થી 24 જુલાઈ સંમેલન: વિશ્વના 25 દેશોના 450 મંદિરોનાં પદાધિકારીઓ ભાગ લેશે
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાનાં મોટા મંદિરોનું સંમેલન 22 થી 24 જુલાઈ દરમ્યાન કાશીમાં થશે. તેમાં 25 દેશોનાં 450 થી વધુ મંદિરોમાં પદાધિકારીઓ ભાગ લેશે. હિન્દુની સાથે સાથે શીખ, બોધ્ધ અને જૈન ધર્મથી સંબંધીત મઠ, મંદિર અને ગુરૂદ્વારોનાં પદાધિકારીઓ પણ આવશે.
- Advertisement -
આ સંમેલનનું ઉદઘાટન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના સર સંઘચાલક મોહન ભાગવત કરશે. કાર્યક્રમ રૂદ્રાક્ષ ક્ધવેન્શન સેન્ટરમાં થશે. ટેમ્પલ કનેકટ તરફથી પહેલીવાર ઈન્ટરનેશનલ ટેમ્પલ્સ ક્ધવેન્શન એન્ડ એકસ્પો (આઈટીસીએકસ) નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સંમેલનમાં મંદિર વ્યવસ્થા, સંચાલન, પ્રશાસન, વિકાસ અને સશકિતકરણ પર ચર્ચા થશે. ટેમ્પલ કનેકટનાં સંસ્થાપક ગીરીશ કુલકર્ણી, આઈટીસી એકટનાં ચેરમેન પ્રસાદ લાડ અને કયુરેટર મેઘા ઘોષે જણાવ્યું હતું કે પુરા વિશ્વમાં પૂજા સ્થળ મુખ્યની ટીમો માટે સર્વશ્રેષ્ઠ કાર્ય પદ્ધતિ વિકસીત કરવામાં આવશે. ત્રણ દિવસનું આ સંમેલન અતુલ્ય ભારત અભિયાનનો ભાગ છે.