જીવતા વીજ વાયર નીચે પટકાયો પરંતુ જાનહાનિ થતાં માંડ અટકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
ધ્રાંગધ્રામાં છેલ્લા એકાદ મહિનામાં આ ત્રીજી વીજ વાયર નીચે પત્કવાની ઘટના બની છે જેમાં સૌ પ્રથમ હળવદ રોડ પર વીજ વાયર નીચે પટકાતા એક બાળકીનું મોત નિપજ્યું હતું જે બાદ પણ તંત્ર બેદરકાર હોય તેમ હજુ ગત અઠવાડિયે પણ ગુરુકુળ નજીક એક જીવતો વીજ વાયર પટકાયો હતો. તેવામાં હજુ આ બંને કિસ્સાની સહી સુકાઇ નથી ત્યાં ફરી એક વખત જીવતો વીજ વાયર નીચે પત્કવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો આ વખતે શહેરના મુખ્ય માર્ગ ગણાતા શિશુકુંજ પાસે સર્કલ પર આવતા નમકીનની કંપનીના ક્ધટેનર ચાલક દ્વારા ઉપર લટકતા વીજ વાયર સાથે ક્ધટેનર અડી જતાં જીવતો વીજ વાયર વચ્ચેથી બ્રેક થયો હતો
- Advertisement -
જેના લીધે જીવતો વીજ વાયર ક્ધટેનર પર પડ્યો હતો જોકે અહીંના સ્થાનિક રાહદારીઓ અને નગરપાલિકા સેનીટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી દ્વારા તાત્કાલિક સ્થળ પર ક્ધટેનર સ્થગિત કરવી દઈ મોટી જાનહાનિ થતાં અટકાવી હતી. પરંતુ રોડના વચોવચ ક્ધટેનર ઉભુ રહી જતા ટ્રાફિક જામ પણ થયો હતો જ્યારે તાત્કાલિક બીજ પુરવઠો બંધ કરાવી વીજ કંપનીના કર્મચારીઓને જાણ કરતા વીજ વાયર ને ફરીથી જોઇન્ટ આપી વીજ પુરવઠો યથાવત કરાવ્યો હતો. પરંતુ શહેરી વિસ્તારમાં વારંવાર આ પ્રકારના બનાવીને લીધે વીજ કંપનીની બેદરકારી સામે આવી છે અને ભવિષ્યમાં આ બેદરકારીના લીધે કોઈ મોટી દુર્ઘટના થાય તેવા પણ એંધાણ સ્પષ્ટ રીતે વર્તાય રહ્યા છે.