ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવી એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
રાજ્યમાં ગત ચોમાસા દરમિયાન થયેલ વધુ પાડતાં વરસાદના લીધે ખેડૂતોના પાકને થયેલ નુકશાની અંગે વળતર આપવા મટે સર્વે કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખેડૂતોના ખેતરોમાં સર્વે કર્યા વગર પાક નુકશાની નહિ હોવાનું જમાવી ખેડૂતોને વળતરની વંચિત રખાયા છે જે અંગે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા મોટી સંખ્યામાં ખેડૂતોને લઇ ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને સર્વે કામગીરીમાં થયેલ ગોલમાલ તથા ગેરરીતિ ઉજાગર કરી અધિકારીને આવેદન પત્ર પાઠવી એક અઠવાડિયામાં વળતરની વંચિત રહી ચૂકેલા ખેડૂતોને પૂરતું વળતર આપવા અલ્ટીમેટમ આપ્યું હતું.