એક સાથે ત્રણ મકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના વૃંદાવન સોસાયટી ખાતે રહેતા વિકી કિશોરભાઇ માંડલિયા દિવાળીના તહેવાર નિમિતે પોતાના મૂળ વતન સાયલા ખાતે ગયા હોય જ્યાં પરિવાર સાથે આજુબાજુ વિસ્તારોમાં દર્શને જઈ પોતાના સુરેન્દ્રનગર સ્થિત રહેણાક મકાનો પરત ફરતા પોતાના પત્ની દ્વારા ઘરમાં પ્રવેશ કરતા જ ઘરમાં બધું વર વિખેર હોય જે અંગે તપાસ કરતા ઘરમાં રાખેલા સોનાની વીટી, પેડલ, બુટ્ટી, ગણપતિની મૂર્તિ, ચાંદીના સિક્કા સહિત રોકડ મળી 116100/- રૂપિયાના મત્તાની ચોરી થઈ હોય જે અંગે બાદમાં પોતાના પાડોશી વૃષાંતભાઈ અને દિલીપભાઈના ઘરમાંથી પણ સોના ચાંદી અને રોકડની કુલ 138600 રૂપિયાના મત્તાની ચોરી થયેલ હોવાનું જાણવા મળતાં પોલીસને જાણ કરી અજાણ્યા ચોર ઈસમ સામે ગુન્હો નોંધાવ્યો છે.