1.67 કરોડ સામે 3.81 કરોડ ચુકવ્યા છતાં વધુ 1.60 કરોડ માંગી ધમકી આપતા
પડાવી લીધેલી કાર પરત માંગતા મારી નાખવાની ધમકી આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
રાજકોટમાં વધુ 5 વ્યાજખોરો સામે પઠાણી ઉઘરાણી કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મૂળ ધોરાજીના હાલ રાજકોટમાં રહેતાં વેપારીએ ધંધા માટે પાંચ વ્યાજખોરો પાસેથી લીધેલા 1.67 કરોડના 3.81 કરોડ ચુકવ્યા છતાં વધું 1.60 કરોડ પડાવવા વેપારીને ધમકી આપી દુકાનમાં ઘુસી કોરા ચેક લઈ જઈ ચેક બાઉન્સ કરાવી કાર પડાવી લીધાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
મૂળ ધોરાજીના અને હાલ રાજકોટ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ હરિહરનગરમાં સન પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતાં અને કપડાનો વેપાર કરી પરીવારનું ગુજરાન ચલાવતા શ્યામભાઈ દિનેશભાઈ ભૂત ઉ.32એ દિપ કિરીટ ટીલવા, પિયુષ ભગવાનજી ફળદુ, ભરત હરી જાગાણી, રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ વાઘેલા અને જામનગરના અનિરુદ્ધસિંહ સજુભા જાડેજા સામે યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2011થી રાજકોટ રહે છે ધંધામાં વધારે મુડી રોકાણની જરૂરીયાત ઉભી થતા તેમના માસીના દિકરા દીપ ટીલવા પાસેથી 2016માં કટકે-કટકે 25 લાખ ત્રણ ટકા લેખે વ્યાજે લીધા હતા તેને કટકે કટકે 55 લાખ જેટલા મુદ્દલ તથા વ્યાજ ચૂકવી દીધા હતાં છતા પણ દીપ વધુ રકમની માંગણી કરે છે તે દરમ્યાન ધંધો સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં વિસ્તરેલ હોય અને ધંધામા પૈસાની જરૂરીયાત ઉભી થતા 2016-17માં પીયુષ ફળદુ પાસેથી 27 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા જેનું વ્યાજ દર મહીને 54 હજાર ચુકવતો હતો તેને સિક્યુરીટી પેટે કોરા ચેક આપેલ છે વ્યાજખોર પીયુષને આજ સુધીમાં વ્યાજ સહીત 70 લાખ ચુકવી દીધા છે. તેમ છતાં પીયુષ હજુ વ્યાજના વધુ 24.50 લાખ માંગે છે ત્યાર બાદ ભરત જાગાણી પાસેથી 2016થી 2018 દરમ્યાન 40 લાખ 3 ટકે લીધા હતા 2019માં 50 લાખ 3 ટકે લીધા હતા તેની સામે ભરતને દોઢ કરોડ ચુકવી દીધા છે છતાં ભરત હજુ 1 કરોડની માંગણી કરે છે તેમજ ભરતે ઓફીસ અને ઘરે આવી ઝગડો કરી માર માર્યો હતો આ ઉપરાંત જામનગરના વ્યાજખોર અનિરૂધ્ધસિંહ જાડેજા પાસેથી 2018-19માં કટકે કટકે 15 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા જેને વ્યાજ સહીત 53 લાખ ચૂકવી દીધા છતા હજુ 35 લાખની ઉઘરાણી કરે છે.
યુવાને પોતાની ક્રેટા કાર અનિરૂધ્ધસિંહને પૈસાની અવેજમા આપેલ હતી બાદમાં ફરીવાર પૈસાની જરૂરીયાત ઉભી થતા 2022માં વ્યાજ આપવાનુ બંધ કરી દીધું હતું. એકાદ માસ બાદ અનિરૂધ્ધસિંહ ઓફીસે આવેલ અને બળજબરીથી પત્નિ કૃતીબેનના નામના સાત કોરા ચેક લઈ ગયેલ હતો. બાદમા 53 લાખ આપી દીધા છતા કાર કે ચેક પરત આપેલ નહીં ઉપરાંત ફરિયાદીએ કાર માટે અનિરૂધ્ધસિંહને ફોન કરતાં હજુ તારે મને વધુ વ્યાજ અને પેનલ્ટીની રકમ આપવી પડશે તો જ તને કાર પાછી આપીશ અને જો તુ મને તે રકમ નહી દે તો હું તને ગમે ત્યારે મારી નાખીશ કહીં ધમકી આપી વારંવાર ગાળો દેતો હતો બાદમાં રાજદીપસિંહ વાઘેલા પાસેથી વર્ષ 2019મા મીત્ર રોહિત ઉર્ફે પ્રતિક ચોવટીયાએ 40 લાખ રૂપીયા લિધેલ હોય અને તે વખતે રોહિત સુરત રહેતો હતો જેથી તે આંગડીયા મારફતે રાજદિપસિંહનુ વ્યાજ મોકલતો જે દુકાનેથી વ્યાજખોરને આપતો હતો. છએક માસ સુધી પ્રતિકે પૈસા મોકલેલ અને બાદમાં પ્રતિકે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું જેથી રાજદિપસિંહ ફરિયાદીની દુકાને આવી ડરાવી ધમકાવી કહેતા કે, પ્રતિકે લીધેલ 40 લાખનુ વ્યાજ તારે જ આપવુ પડશે જેથી દર માસે તેઓ વ્યાજખોરને 40 લાખના 4.5 ટકા લેખે વ્યાજ સહિત દર મહિને રૂ.1.80 લાખ ચુકવતો હતો જે સમય દરમ્યાન ધંધામાં પૈસાની જરૂર હોય જેથી રાજદીપસિંહ પાસેથી 2021માં 10 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા અને મહીને 50 હજાર વ્યાજ ચુકવતો હતો વર્ષ 2021ના ડીસેમ્બર માસ સુધી મિત્ર પ્રતિકે લીધેલ 10 લાખ અને પોતે લીધેલ 10 લાખના વ્યાજ સહીત 53 લાખ ચૂકવી દીધા હતા ઉપરાંત દિપ ટીલવાએ વધુ વ્યાજ કઢાવવા રાજદિપસિંહને હવાલો આપ્યો હતો. જેથી રાજદિપસિંહ તેમની પાસે આવી કહેતો કે, તારે દિપ ટીલવાને જે વ્યાજના પૈસા આપવાના છે તે હવે તારે મને આપવા પડશે તેમ કહીં અવાર નવાર હેરાન કરતો હતો પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોક દરબારમાં હિંમત આવતા રજુઆત કરી હતી અને યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.