ખાસ-ખબર સંવાદદાતા
આજથી દસેક દિવસ પહેલા રાજકોટ શહેરમાં માધાપર ચોકડી પાસે એક ચોવીસ વર્ષની રાજકોટ સરકારી દવાખાનામાં નર્સ તરીકે ફરજ બજાવતી દીકરી રાત્રિના સમયે પોતાની ફરજ પરથી ઘરે પરત ફરી રહી હતી તે સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની શારીરિક પજવણી થઈ હતી તેને બદ ઈરાદા થી જાડી ચક્રમાં ઢસડી જવાની કોશિશ કરી હતી તેણે પ્રતિકાર કરીને નાસી પોતાના ઘરે આવી અને પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવા ગઈ હતી દીકરી પ્રતિકાર કરવા સક્ષમ હતી જેથી નિર્ભયાકાંડ થતો થતો અટકી ગયો દીકરીન દીકરીને બહાદુરીને ખરેખર બિરદાવવી જોઈએ પરંતુ પોલીસ પોલીસને ફરિયાદ કરવા પહોંચતા તેની ફરિયાદ પોલીસે લીધી ન હતી. દસ દિવસ સુધી દીકરીને યોગ્ય ન્યાય ન મળતા અને આ બાબત જૂનાગઢના રહેવાસી અને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય ને જાણ થતા તેમણે જૂનાગઢના મહિલા સંગઠનના બહેનોને બોલાવી આ બાબતે દીકરીને યોગ્ય ન્યાય અને સન્માન મળે તે માટે કલેકટરશ્રીને આવેદન આપવા નું કેહતા મહિલા સંગઠન ના બેહનો એ દીકરીની ફરિયાદ દસ દિવસ બાદ પણ ન લેતા વિવિધ સંગઠનના મહિલા જવાબદાર બેનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ દીકરીને યોગ્ય ન્યાય મળે અને ગુનેગારને ત્વરિત પકડવા માટે પગલાં લેવાય તેવી માંગણી કરેલ જો ફરિયાદ લેવામાં આવી હોય તો તો આટલા દિવસ સુધી ફરિયાદ નહીં લેવાનું કારણની તપાસ કરવાની માંગ સાથે રાષ્ટ્ર સેવિકા સમિતિ ,વરિયા વંશ પ્રજાપતિ સમાજ, ભારત તિબત સમન્વય સંઘ, વૈષ્ણવ સત્સંગ મંડળ, સોરઠીયા પ્રજાપતિ સંગઠન, વીરબાઈ મહિલા મંડળ, ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ, શ્યામ મહિલા મંડળ અંધજન ક્ધયા છાત્રાલય ટ્રસ્ટી સહીતના મહિલાઓએ માંગ કરી હતી.
રાજકોટની યુવતી સાથે દુષ્કર્મના પ્રયાસની પોલીસે ફરિયાદ ન લેતા આવેદન અપાયું
