- કોર્ટ મેરેજ કર્યા બાદ ધામે ધુમે લગ્ન કરવાનું કહી 4 વર્ષ સુધી બનાવી હવસનો શિકાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં અગાઉ અપહરણકાંડથી ચર્ચાના ચકડોળે ચડયા બાદ બોગસ ડોક્ટર તરીકે પ્રચલિત બનેળા વિવાદિત શખસ સામે મહિલા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટમાં રહેતી અને રજિસ્ટર મેરેજ કરી સાંસારિક જીવનનો પ્રારંભ કરનાર યુવતીને લગ્નજીવનનું સુખ પ્રાપ્ત થયું નહોતું પતિ શ્યામ હેમતભાઈ રાજાણી ભારોભાર દુખત્રાસ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો અને કાઢી મુક્યા બાદ સમાધાનના બહાને બોલાવી વારંવાર હવસનો શિકાર બનાવતો હોવાનું તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે પોતે નોકરી કરતી હતી ત્યારે ચારેક વર્ષ પૂર્વે શ્યામ સાથે પરિચય થતાં તેની સાથે રજિસ્ટર મેરેજ કર્યા હતા અને બાદમાં પરિવારની સહમતીથી ધામે ધુમે લગ્ન કરીશું તેવું જણાવ્યું હતું.પરંતુ લગ્નના થોડા સમય બાદ પતિ ત્રાસ આપવા લાગ્યો હતો અને મારકૂટ કરતો હતો પતિ વારંવાર બળજબરીથી શરીરસંબંધ બાંધતો હતો દોઢ બે વર્ષ સુધી અત્યાચાર ગુજાર્યા બાદ પતિએ તરછોડી દીધી હતી.જોકે તે પછી પણ વારંવાર સમાધાનના બહાને મળવા બોલાવી હવે પોતે ભૂલ નહીં કરે, કોઇ આક્ષેપ નહીં કરે, તેવી વાતો કરી યુવતીને ફોસલાવી અને બળજબરી કરી શરીરસંબંધ બાંધતો હતો અને તરછોડી દીધી હતી પોલીસે યુવતીની ફરિયાદ પરથી તેના પતિ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો.