નાગરિકો ન્યાય માંગવાના બદલે આપઘાત કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે
યુવતીની સુસાઈડ નોટ મળી આવી, જેમાં બાજુમાં રહેતા શખ્સનો ઉલ્લેખ
- Advertisement -
માતા-પિતા પ્રસંગમાં ગયા હતા ત્યારે પોતાના ઘરે જ ગળેફાંસો
ખાઈ આપઘાત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
નાગરિકોને કાયદા કાનૂન પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે. લોકો ન્યાય માંગવાના બદલે આપઘાત કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. હરસિદ્ધિ સોસાયટીમાં યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા પૂર્વ પ્રેમીએ ત્રાસ આપી માર માર્યો હતો અને માતા પિતાને પણ ગાળો આપતા આપઘાત કરી લીધાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આરોપી યુવકના એક દિવસ પહેલા જ લગ્ન થયા હતા. મૃતકનો મોબાઈલ કબજે લઈ મૃતકના પિતાની ફરિયાદ પરથી યુવક સામે આપઘાતની ફરજ હેઠળ ગુનો નોંધાયો હતો.
દિપાલી નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના ઇકબાલભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા દિપાલીના માતા-પિતા પ્રસંગમાં ગયા હતા જેથી પરિણીત બહેન અને તેનો ભાઈ ઘરે હતા. ત્યારે દિપાલીએ રૂમમાં જઇ આપઘાત કરી લીધો હતો. દિપાલી બે ભાઈ બે બહેનમાં બીજા નંબરની બહેન હતી. તેણે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે.
મને આપઘાત માટે મજબૂર કરનાર સુનિલ છે…..
મૃતક દીપાલીના ઘરે તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, મને આપઘાત માટે મજબૂર કરનાર સુનિલ કુકડીયા છે. તેણે મારા માતા-પિતાને ગાળો આપી હતી અને મારી સાથે મારપીટ પણ કરી છે. સોરી પપ્પા. આ અંગે યુનિવર્સિટી પોલીસના પીએસઆઈ આર.એસ. પરમાર સહિતના સ્ટાફે તપાસની તજવીજ આદરી હતી.