રાજકીય પક્ષોએ નાણાકીય યોગ્યતાની માહિતી આપવી ફરજીયાત
ચૂંટણી આચારસંહિતા સુધારાશે : તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પંચનો પત્ર : 19 ઓક્ટોબર સુધીમાં જવાબ આપવા તાકીદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં રેવડી કલ્ચર અંગે સતત સર્જાઇ રહેલા વિવાદ અને હવે સુપ્રિમ કોર્ટમાં પણ રાજકીય પક્ષો દ્વારા મફતના વાયદા અંગે ત્રણ જજોની ખંડપીઠ સુનાવણી કરશે તે વચ્ચે ચૂંટણી પંચે એક મહત્વના નિર્ણયમાં રાજકીય પક્ષો દ્વારા મફતના વાયદાને રોકવા માટે તેમના ચૂંટણી ઢંઢેરામાં જે કાઇ આ પ્રકારના વચનો હોય તેને અમલ માટે આર્થિક અને અન્ય પાસાઓ પણ રજૂ કરવા ફરજીયાત બનાવી દેશે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં આ નિયમ લાગુ કરવા ચૂંટણી પંચ આગળ વધી રહ્યું છે. ચાલુ માસના અંત સુધીમાં જ આ બંને રાજ્યો ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ધારાસભા ચૂંટણી યોજાવાની છે અને તેના ચૂંટણી ઢંઢેરા કે અન્ય કોઇ પ્રકારે મફતના વચનોમાં રાજકીય પક્ષોએ જો તેનો અમલ કરવામાં આવે તો રાજ્યની તિજોરી પર કેટલો બોજો પડી શકે છે અને તેનો અમલ અંગેની પ્રક્રિયા પણ રજૂ કરવાની રહેશે.
ચૂંટણી પંચ દ્વારા આ અંગે એક વિસ્તૃત માર્ગરેખા તૈયાર કરવામાં આવી રહી છે અને ગઇકાલે જ ચૂંંટણી પંચ દ્વારા એક સમિક્ષા પણ થઇ હતી. જો કે હજુ એક સપ્તાહ પહેલા જ ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટમાં કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે આ પ્રકારના ફ્રી-બીની વ્યાખ્યા કરવી અઘરી છે અને તેને નિયંત્રિત કરવા તે પણ તેની સતા બહાર જવું ગણાશે.
ખાસ કરીને આ પ્રકારના ફ્રી-બી અને કલ્યાણકારી યોજનાઓ અંગેનો ભેદ પારખવો પણ મુશ્કેલ છે પરંતુ ચૂંટણી પંચે હવે આ અંગે આગળ વધવાનો નિર્ણય લીધો છે. પંચ દ્વારા તમામ રાજકીય પક્ષોને જે કાંઇ તેમના ફ્રી-બી અંગેના વચનો હોય તેની ભરોસાપાત્ર માહિતી અને તેની નાણાકીય સક્ષમતા અંગે મતદારોને જણાવવા માટે નિર્ણય લીધો છે અને તમામ રાજકીય પક્ષોને આ અંગે પત્ર લખીને 19 ઓક્ટોબર સુધીમાં તેની માહિતી આપવા પણ જણાવાયું છે.
- Advertisement -
આ ઉપરાંત રાજકીય પક્ષોએ તેમના ચૂંટણી ઢંઢેરા અને તેની કામગીરી અંગે પણ મતદારોને જણાવવાનું ફરજીયાત બનાવાયું છે અને એ પણ નિશ્ર્ચિત કર્યું છે કે તેઓ જે વચનો આપે છે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણાકીય સ્ત્રોતો છે તેમાં તે પાળી શકાય તેવા છે કે કેમ તે પણ જણાવવું પડશે. ચૂંટણી પંચ આ માટે ચૂંટણી આચારસંહિતા એટલે કે મોડલ કોર્ટ ઓફ ક્ધડક્ટમાં બદલાવ કરવા તૈયારી કરી રહી છે.