કેનેરા બેંકના મેનેજરએ અજાણ્યા શખસ સામે નોંધાવી પોલીસ ફરિયાદ
મોનિટર ખોલી નાંખવાથી પૈસા વીડ્રો થઈ જશે પણ એન્ટ્રી નહીં પડે તેવી શંકાએ આચરેલું કૃત્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મૂળ બિહારના અને હાલ દ્વારકાધીશ હાઇટ્સ 150 ફૂટ રિંગ રોડ પર રહેતા અને નાગરિક બેંક ચોક પાસે આવેલ કેનેરા બેંકમાં છ મહિનાથી મેનેજર તરીકે નોકરી કરતાં અક્ષય અવધેશકુમાર આનંદ ઉ.34એ અજાણ્યા શખસ સામે ભક્તિનગર પોલીસમાં એટીએમમાં ચેડાં કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 13 તારીખે હું બેંકમાં ગયો ત્યારે એવું જાણવા મળ્યું હતું કે એટીએમ બંધ છે જેથી તપાસ કરતાં મશીન ખુલેલું જોવા મળ્યું હતું જેથી સીસીટીવી ચેક કરતાં એક શખસ એટીએમ સેન્ટરમાં આવી કાર્ડ નાખી પૈસા કાઢી ચાવીથી એટીએમની મોનીટર સ્ક્રીન ખોલી એન્ટ્રી ન પડે તે માટે એટીએમ સાથે ચેડાં કરી પૈસા ઉપાડી લઈ મોનીટર સ્ક્રીન ફરી બંધ કરતો નજરે પડ્યો હતો જેથી આ અંગે મુખ્ય ઓફિસમાં જાણ કરી હતી બાદમાં 16 તારીખે ફરી બેન્કે જતાં જણાવેલ કે એટીએમની પેનલ ખુલ્લી છે જેથી ફરી સીસીટીવી ચેક કરતાં તે જ શખસ ફરી આવી એટીએમથી પૈસા ઉપાડી એટીએમમાં ચેડાં કરી મોનિટરની સ્ક્રીન ખોલી કાઇક કરતો નજરે પડ્યો હતો અને પૈસા ઉપાડી જતો રહ્યો હતો ડેટા ચેક કરાવતા બંને વખતે તેણે અલગ અલગ એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડી ખાતામાં એન્ટ્રી ન પડે તેવી આશાએ એટીએમ મશીનમાં ચેડાં કર્યાનું સામે આવતા અંતે ફરિયાદ નોંધાવી હતી.