આજકાલ લોકોને સ્વસ્થ રહેવા માટે ડાયટ ફુડનું ઘેલું લાગ્યું છે. લોકો જાતજાતની ડાયટ અપનાવે છે, પણ ચીનની સિયુઆન ફાઈન આર્ટસ ઈન્સ્ટીટયુટમાંથી ગ્રેજયુએટ થયેલી કોન્ગ યુફેંગ નામની યુવતી પિગ-ફુડ એટલે કે ભુંડનું ખાણું ખાય છે. તેના ઘરમાં કોથળો ભરીને પિગ-ફુડ રાખ્યુ છે.
કોન્ગ પોતે તો ખાય જ છે, પણ સોશ્યલ મીડીયામાં વિડીયો પોસ્ટ કરીને બીજાને પણ પિગ-ફુડ ખાવાની પ્રેરણા આપે છે. કોન્ગના કહેવા પ્રમાણે પિગ-ફુડમાં સોયબીન, મગફળી, તેલ, મકાઈ અને વિટામીન હોય છે એટલે એમાં હાઈ પ્રોટીન અને લો ફેટ હોય છે.
- Advertisement -
આ બધો કુદરતી ખોરાક છે અને એને ગરમ પાણીમાં નાખીને તે ખાય છે. તેના કહેવા પ્રમાણે દૂધમાં ઓટસ નાખીએ અને જેવી સુગંધ આવે એવી જ સોડમ આમાં આવ છે. એના સ્વાદ વિશે કોન્ગ કહે છે કે એનો સ્વાદ ખટમીઠો છે અને સહેજ પણ ભાવે એવું નથી, પણ મેં અઠવાડિયા સુધી આ જ ખાવાનું નકકી કર્યું છે. કારણ કે એ ઓછામાં ઓછા ખર્ચે રહેવાની ચેલેન્જ આપી રહી છે અને ભુંડનું 100 ગ્રામ ભોજન માત્ર 35 રૂપિયામાં મળે છે.