જૂનાગઢમાં વાર્તાથી વાવેતર કાર્યક્રમ સંપન્ન થયો
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ દ્વારા વાર્તાથી વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ વાર્તાકાર ગિજુભાઈ બધેકાના બાળ કેળવણીને વેગવંતી બનાવવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ ગિજુભાઈની વાર્તાઓને સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન તથા સાંઈરામ દવેની ટીમ દ્વારા આંગી ક્રમ, વાંચી ક્રમ, બાળગીતો રજૂ કરાયા હતા.શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીનો સંદેશ પ્રસારિત કરાયો હતો. તેઓએ કહ્યું હતું કે, બાળકોના વિકાસમાં બાળ વાર્તાઓનું અનોખું મહત્વ છે. વીર રસની વાર્તાઓનું સાહસ, વિરતા, નિષ્ઠા બાળકને વધુ મજબુત બનાવે છે. બાળ વાર્તાને સજીવન કરવા રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. નવી શૈક્ષણિક નિતિમાં ગિજુભાઈની શિક્ષણ પધ્ધતિ સ્વીકારી છે.સાંઇરામ દવે એ ગિજુભાઈની વાર્તાઓ વિશે જણાવ્યું હતું તેઓએ વધુમાં કહ્યું હતું કે, શિક્ષણ વિભાગે 2022-23ને બાળ વાર્તા વર્ષ તરીકે ઉજવણી કરી રહી છે. તેમજ 15 નવેમ્બરના બાળ વાર્તા દિવસ તરીકે ઉજવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. વાર્તાથી વાવેતરના કાર્યક્રમ થકી બાળ વાર્તાને રાજ્યાશ્રય મળ્યો છે. બાળક વાર્તા ભૂખ્યો ન રહેવો જોઇએ. લોકબોલીની વાર્તાઓ જીવતી રહેવી જોઈએ.આ તકે ગુજરાતી કલાકાર ઓઝસ રાવલ, સાંઇરામ દવે, વિમલ મહેતા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ પ્રાચાર્ય કંચનબેન ભૂત, જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડા, પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલભાઈ ગૂંચલ, વિદ્યાર્થીઓ સહિતનાં હાજર રહ્યાં હતાં.



