ઊનાનાં કોબ ગામે પુત્રને બાઈક ચલાવવા આપતા નવાબંદર પોલીસે કિશોરના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
22 જુલાઈનાં ઊનાના નવાબંદર મરીન પો.સ્ટે.ના ઇન્ચાર્જ પી.આઇ વી.કે. ઝાલા, એએસઆઇ અશ્વિનભાઇ, પો.કોન્સ હરિભાઇ, કિરણભાઇ વિગેરે પોલીસ કર્મી દ્વારા દીવ રોડ પર આવેલા નગીનાના ઢોરે, નલીયા માંડવી રોડ પાસે વાહન ચેકીંગની કામગીરી દમ્યાન બાઈક રજી નં.જી.જે.-11 -એ એલ -8125 પર ત્રણ સવારીમાં, હેલ્મેટ વગર નિકળતાં ચાલકની પુછપરછ કરતા તે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર હોય તેની પાસે વાહન ચલાવવા બાબતેનુ કોઇ પણ પ્રકારનું લાયસન્સ કે આરટીઓને લગત કાગળો ન હોય વાહન ડીટેઇન કરવામા આવ્યું હતું. બાદમાં સગીરના વાલી ભીમાભાઇ કિશનભાઇ પામક રહે. કોબને સગીર સાથે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પુછપરછ કરી ગુનો નોંધી અટકાયત કરીને કાર્યવાહી કરાતા વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો.
- Advertisement -
મોટર વ્હીકલ એકટ 1988ની કલમ – 199(એ) હેઠળ સગીના વાલી અથવા મોટર વાહનના માલીકને આ કલમ હેઠળ ત્રણ વર્ષ સુધીની કેદ અને રૂપિયા – 25000સુધીના દંડની જોગવાઇ છે. તેમજ વાહનનું રજીસ્ટ્રેશન 12 માસ માટે રદ કરાશે. વાહન ચલાવનાર સગીરની ઉંમર 25વર્ષની થાય ત્યા સુધી લાયસન્સ આપી શકાશે નહી. તેવી જોગવાઇ હોય તેમજ સગીર વયના બાળકો દ્વારા વાહન ચલાવવાથી પોતાના તથા અન્ય જાહેર જનતાના જીવને પણ જોખમ હોય આ પ્રકારની છુટછાટ વાલીઓ/ વાહન માલીક દ્વારા ન આપવામાં આવે તેવી પોલીસે આમ જનતાને અપીલ કરી છે. ઊના પંથકમાં પ્રથમ આ સગીરવયના બાઈક ચાલકનાં પિતા સામે ગુન્હો દાખલ કરીને ઈન્ચાર્જ પીઆઈ વી.કે. ઝાલા, એએસઆઇ કંચનબેન, અશ્વિનભાઇ પો.હેડ કોન્સ. કાનજીભાઇ, પો.કોન્સ. હરિભાઇ, કિરણભાઇ, સતિષસિંહ સહિતે સંદેશ આપ્યો હતો કે સગીરવયના બાળકોને કોઈ પ્રકારનું વાહન ચલાવવા આપશે તેના પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.