રાજકોટનાં આકાશ ઈન્સ્ટિટ્યૂટની અંચાઈ
એક વાલીએ આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન કેન્સલ કરાવ્યું છતાં એડવાન્સ ફીના ચેક બેંકમાં જમા કરી રૂ પિયા કટકટાવી લેવાયા
- Advertisement -
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર બિગબઝાર પાસે આવેલા આકાશ ઈન્સ્ટિટ્યૂટની અંચાઈ પ્રકાશમાં આવી છે. આકાશ ઈન્સ્ટિટ્યૂટના નામથી આકર્ષાઈને એડમિશન લેતા પહેલા પ્રત્યેક પેરેન્સ્ટ્સ માટે ચેતવા જેવું લેશન કહી શકાય એવો એક કિસ્સો અહીં બન્યો છે. આકાશ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા વાલી સાથે કરવામાં આવેલી અંચાઈની હકીકત કંઈક એવી છે કે, મોરબીના એક વાલીઓએ તેમની દીકરીનું રિ-નિટના ક્લાસ માટે રાજકોટની આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું. જ્યારે એડમિશન લીધું ત્યારે આકાશ ઈન્સ્ટિટ્યૂટ તરફથી વાલીને કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ કારણોસર એડમિશન વચ્ચેથી કેન્સલ કરાવશો તો એડવાન્સ ફી પરત મળી જશે. અને જ્યારે આ વાલીઓ પોતાની દીકરીનું એડમિશન કેન્સલ કરાવ્યું ત્યારબાદ આકાશ ઈન્સ્ટિટ્યૂટે તેમની એડવાન્સ ફી પરત કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
રાજકોટ આકાશ ઈન્સ્ટિટ્યૂટનાં સંચાલકોનો ઉડાઉ જવાબ, લીગલ એક્શન લઈ ફી પરત મેળવી લેવી
રાજકોટ આકાશ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા મોરબીના એક વાલી સાથે એડવાન્સ ફી મામલે જ્યારે અંચાઈ કરવામાં આવી ત્યારે વાલીએ સંસ્થાના સંચાલકોને નિયમ યાદ અપાવ્યા હતા, ન્યાયની વાત કરી હતી. વાલીની એકપણ વાત સાંભળવામાં રસ ન દાખવી રાજકોટ આકાશ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકોએ એવો ઉડાવ જવાબ આપ્યો હતો કે, અમે માત્ર પગારદાર માણસો છે, અહીં કોઈ હેડ કે બોસ નથી. તમારે લીગલ એક્શન લઈ ફી પરત મેળવવી પડશે!
રાજકોટ આકાશ ઈન્સ્ટિટ્યૂટે એડમિશન લેતાં પહેલા કંઈક કીધું, એડમિશન લીધા પછી કંઈક કીધું
- Advertisement -
28 હજાર રૂપિયા ડિજિટલ એસેસ અને બૂક્સ-યુનિફોર્મનાં ગણાવી દીધા!
આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં મોરબીના એક વાલીએ પોતાની દીકરીનું એડમિશન લઈ કેન્સલ કરાવ્યા બાદ વાલીને 28000 રૂપિયા એડવાન્સ ફી પરત આપવાના બદલે પહેલા તો આકાશ ઈન્સ્ટિટ્યૂટે એડવાન્સ ફીના પૈસા પરત આપવાની ના પાડી દીધી હતી અને પછી આ એડવાન્સ ફીના પૈસાને ડિજિટલ એસેસ અને બૂક્સ-યુનિફોર્મના ગણાવી દીધા હતા. વાલીએ જ્યારે પૂછ્યું કે, 28000 હજાર રૂપિયાના ડિજિટલ એસેસ અને બૂક્સ-યુનિફોર્મ કઈ રીતે હોઈ શકે ત્યારે આકાશ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકોએ આ મામલે મૌન સેવી લીધું હતું.
વાલીઓને ઉઠા ભણાવતાં રાજકોટ આકાશ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકો
‘ખાસ-ખબર’ને વાલીએ જણાવેલી વાસ્તવિકતા અનુસાર મોરબીમાં રહેતા એક વાલીએ તા. 7 ઓક્ટોબરના રોજ આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં પોતાની દીકરીને રિ-નિટના ક્લાસ જોઈન કરાવ્યા હતા. એ સમયે તેમણે 10 હજાર રૂપિયા રોકડા એડમિશન – રજીસ્ટ્રેશન ફી ભરી હતી. આ ઉપરાંત 29, 28 અને 26 એમ કુલ મળી 83000 રૂપિયાના ત્રણ ચેક આપ્યા હતા. ત્યારબાદ આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેનારા મોરબીના એક વાલીની દીકરીને મેનેજમેન્ટ ક્વોટામાં એક કોલેજમાં એડમિશન મળી જતા તેમણે 17 ડિસેમ્બરના રોજ એડમિશન કેન્સલ કરાવી નાખ્યું હતું. એ સમયે આકાશ ઈન્સ્ટિટ્યૂટે પોતાના નિયમ મુજબ એડવાન્સ ફીના ચેક પરત આપવા જોઈએ તેની જગ્યાએ, વાલીએ પોતાની દીકરીનું એડમિશન કેન્સલ કરાવ્યું છતાં એડવાન્સ ફીનો 28000 રૂ.નો એક ચેક બેંકમાં જમા કરી વધારાના પૈસા કટકટાવી લીધા હતા અને રાજકોટ આકાશ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકોએ વાલીને ઉઠા ભણાવ્યા હતા. હવે આ સમગ્ર મામલે રાજકોટ આકાશ ઈન્સ્ટિટ્યૂટની અંચાઈ વિરૂદ્ધ મોરબીના એક વાલીએ કાયદાકીય પગલાં ભરી ગ્રાહક સુરક્ષાથી લઈ ન્યાયાલયમાં જવાનું નક્કી કરી લીધું છે.
આકાશ ઈન્સ્ટિટ્યૂટ સાથે જોડાનારાઓને કડવા અનુભવ થયા વિના રહેતા નથી
શિક્ષણજગતમાં કહેવાય છે કે, આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેનારા ઉપરાંત જોબ મેળવનારા એમ્પ્લોયને કડવા અનુભવ થયા વિના રહેતા નથી. માત્ર માર્કેટિંગના જોરે મોટું નામ હાંસલ કરી લેનાર આકાશ ઈન્સ્ટિટ્યૂટના અણવહીવટીનો ભોગ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો બનતા આવ્યા છે. હાલમાં મોરબીના એક વાલીને આકાશ ઈન્સ્ટિટ્યૂટનો અત્યંત કડવો અનુભવ થયો છે ત્યારે તેમણે આકાશ ઈન્સ્ટિટ્યૂટને પાઠ ભણાવવાનો નક્કી કરી લીધું છે જેથી ભવિષ્યમાં આકાશ ઈન્સ્ટિટ્યૂટના કડવા અનુભવ અન્ય વિદ્યાર્થીઓ, વાલીઓ કે શિક્ષકોને ન થાય.
આકાશ ઈન્સ્ટિટ્યૂટની અવળચંડાઈ વિરૂદ્ધ વાલી પાસે જરૂરી તમામ આધાર-પુરાવા
આકાશ ઈન્સ્ટિટ્યૂટની અવળચંડાઈનો ભોગ બનનાર વાલી પાસે આ ઈન્સ્ટિટ્યૂટ વિરુદ્ધના જરૂરી તમામ આધારપુરાવા છે. ક્યાં પ્રકારે રાજકોટ આકાશ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકોએ ફોનકોલમાં જવાબો આપ્યા તેનું રેકોર્ડિંગ, વોટ્સઅપમાં વાતચીત કરી તેનો ડેટા ઉપરાંત એડમિશન લેતા પહેલા અને લીધા પછી આકાશ ઈન્સ્ટિટ્યૂટે ક્યાં પ્રકારે મનમાની ચલાવી ખોટી રીતે પૈસા પડાવી લીધા વગેરે તમામ આધારપુરાવાઓ વાલી પાસે છે અને હવે વાલી કાયદાકીય લડત માટે સજ્જ થઈ ચૂક્યા છે.