ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
ધ્રાંગધ્રા શહેરમાં મીઠાઈ અને ફરસાણના વેપારી પર લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુન્હો નોંધાયો છે જ્યારે આ ગુન્હો પિતરાઈ ભાઈ દ્વારા પોતાની દુકાન પચાવી પાડવાના આક્ષેપ સાથે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પાસે યોગેશભાઈ ગુણવંતભાઈ શેઠના પિતા અને પૂર્વજોની મિલકતમાં તમામ વંશજોના સરખા ભાગ પાડવાના હોય છતાં શહેરના કંસારા બજાર વિસ્તારમાં આવેલી ભારત સ્વીટ માર્ટ નામક દુકાનમાં છેલ્લા કેટલાક સમયથી યોગેશભાઈ શેઠના ભાઈ મયુરભાઈ જયંતીલાલ શેઠ દ્વારા દુકાન પર ગેરકાયદેસર કબ્જો રાખેલ હોય જેને લઇ યોગેશભાઈ શેઠ દ્વારા પોતાના જ પિતરાઈ ભાઈ વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુન્હો નોંધાવતા સ્થાનિક પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રામાં મીઠાઈના વેપારી પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
