ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણ ખોરી મામલે આજે કલોલ તાલુકા પોલીસે બે એજન્ટો સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે અન્ય એજન્ટની શોધખોળ શરુ કરી છે. આ મામલામાં અમદાવાદ-ગાંધીનગરના કુલ સાત એજન્ટોના નામ સામે આવ્યા હતા. આ સાત પૈકી કલોકના બે એન્જટોની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. કલોલના બ્રીજકુમાર યાદવ અને તેના પરિવારને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવા સમયે અમરિકા-મેક્સિકો બોર્ડર પર આવેલી 30 ફુટ ઉંચી ટ્રમ્પ વોલ કુદવા જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બ્રીજકુમાર યાદવનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેની પત્ની પુજા અને પુત્ર તન્મયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવી હતી.
અમેરિકામાં ઘૂસણખોરીનો મામલો, બે એજન્ટની કલોલ પોલીસે કરી ધરપકડ
