જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે લિસ્ટેટ બુટલેગરો સામે ગાળીયો કસ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડીકે ઉર્ફે ડીકે અમૃતલાલ કારીયા સાગરીતો સાથે હરિયાણા, રાજસ્થાન, પંજાબમાંથી વિદેશી દારૂની હેરફેર માટે ખોટા દસ્તાવેજ બનાવી આર્થિક ગુના આચરતી ટોળકી બનાવી હતી. ગેંગ લીડર ધીરેન કારીયાએ આર્થિક નફો મેળવવા ઓન્યો રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી તેની હેરફેર કરવા માટે ગેંગ ઉભી કરી હોવાનું જણાયું હતું. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી ભગીરથસિંહ જાડેજાએ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલ ધીરેન કારીયા તેની ગેંગના સભ્યોના ગુનાહિત ઇતિહાસ મુદ્દે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે. જે. પટેલ મારફત તપાસ કરાવી હતી. ધીરેન અને તેની ગેંગનાં 7 શખ્સ વિરુદ્ધ ખૂન, હત્યાની કોશિશ, પોલીસ ફરજ રુકાવટ, લૂંટ, મારામારી, હથિયાર ધારા સહિતના ગુનાઓમાં સંડોવાયા હોવાનું ખૂલ્યું હતું. ટોળકીએ સાથે મળી અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂની આયાત માટે ટ્રક, વાહનના એન્જિન, ચેસીસ નંબર સાથે ચેડા કરી બોગસ ટ્રાન્સપોર્ટ, જીએસટી બિલ બનાવી આર્થિક ગુના આચર્યા હોવાનું જણાતા આઇજી જાજડીયાની મંજૂરીના આધારે રવિવારની રાત્રે પીઆઇ પટેલને આઠેય શખ્સ સામે ગુજસીટોકનો ગુનો સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવ્યો હતો.ના પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ તપાસ હાથ ધરી હતી અને ઉદય નરોતમ દવે, વિપુલ ઉર્ફે ભુપત ઉર્ફે કડી સુરા સુત્રેજા, અજય રૂડા કોડીયાતરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
હત્યા, હત્યાનો પ્રયાસ, દારૂ, ખંડણી અને મારામારીના ટોળકી સામે ગુના નોંધાયા છે
3 શખ્સની ધરપકડ, અન્ય શખ્સોને ઝડપી લેવા પોલીસે ટીમો બનાવી
જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 5 ગેંગ વિરુદ્ધ ગુજસીટોક ગુના દાખલ
જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 7 ગેંગ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 1 વર્ષમાં જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે. જે. પટેલે છેલ્લા 1 વર્ષમાં રાજુ સોલંકી, કાળા દેવરાજ કોડીયાતર, સલમાન ઉર્ફે સલીયો, હુસેન સાંધ (રવની) અને લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાની ગેંગના શખ્સો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાવી અસરકારક કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ સહિત 8 જિલ્લામાં ગુના આચર્યા
ધીરેન કારીયા અને તેની ગેંગે સયુંકત રીતે છેલ્લા 10 વર્ષમાં જૂનાગઢ, ઉપરાંત ભાવનગર, અમદાવાદ, રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના 86 ગુના આચર્યા હતા.
- Advertisement -
બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં ધીરેન કારીયા માસ્ટર માઈન્ડ
બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં ધીરેન કારીયા માસ્ટર માઈન્ડ રહ્યો છે. શખ્સ વિરૂધ્ધ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ મથક તથા દિલ્હીમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનો પણ ગુનો નોંધાયો હતો. વિદેશી દારૂની હેરફેર માટે ટ્રક સહિતના વાહનના એન્જિન, ચેસીસ નંબર સાથે ચેડા કરી ખોટા ટ્રાન્સપોર્ટ તથા જીએસટી બિલ બનાવવામાં માહિર ધીરેન સામે વર્ષમાં 2018માં શહેરના કાળવા ચોકમાં ફાયરિંગનો પણ ગુનો નોંધાયો હતો.