સેન્ટ્રિંગ કામ કરતા યુવાનને સામે જોવા બાબતે જાતિ અપમાનિત કરી ધમકી આપી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
ચુડાના કારોલ ગમે રહેતા અને સેન્ટિંગ કામ કરતા કિશોરભાઇ લક્ષ્મણભાઈ પાંડરનું કામ લીંબડી તાલુકાના બોડિયા ગામે ચાલતું હોય જેથી પોતે 9 માર્ચના રોજ છત પર સેન્ટિંગ કામ કરતા હોય તેવા સમયે નીચે ઊભેલા દિવ્યસિહ દિલુભા રેવર ત્યાં આવી તું મારા સામે કેમ જોવે છે ? તેમ જણાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી દાઢી અને મૂછ કાઢી નાખવાનું જણાવી ધમકી આપતા યુવાને લીંબડી પોલીસ મથકે દિવ્યસિંહ દિલુભા રેવર વિરુધ એટ્રોસિટી મુજબની ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.