ધાક ઉભી કરવા હત્યા, હત્યાની કોશિષ, લૂંટ, ફરજમાં રુકાવટ, દારૂ જેવા ગુના આચર્યા હતા
ક્રાઇમ બ્રાન્ચે 9 આરોપીની કરી ધરપકડ : પાસા તળે જેલવાસ ભોગવતા સૂત્રધારનો કબ્જો લેવાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સંગઠિત ટોળકી રચી વર્ષોથી ગુનાખોરી આચરતી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે ગુનાખોરી ડામી દેવાની દિશા તરફ પોલીસ એક પછી એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી રહી છે અગાઉ પેંડા, મુરઘા અને બાટલી ગેંગ બાદ હવે થોરાળા વિસ્તારમાં ઘણા વર્ષોથી આતંક મચાવતી ઓડીયો ગેંગના 10 શખ્સો સામે થોરાળા પોલીસમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધી નવ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર પાસા તળે ભાવનગર જેલમાં હોય તેનો કબ્જો લેવાં તજવીજ હાથ ધરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગડીયા દ્વારા ઓડીયા ગેંગના સાગરીતો દ્વારા હત્યા, હત્યાની કોશિશ, ધમકીઓ, અપહરણ, લુંટ, ગેરકાયદે મંડળી રચી હુમલા કરવા, ચોરી, ફરજમાં રૂકાવટ, દારૂ જેવા ગંભીર ગુનાઓ આચરી આમ નાગરીકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરી પોતાના બદઇરાદા પાર પાડતા હોય જેથી આ ટોળકી સામે કાયદાનો સકંજો કસવો જરૂરી હોય આ ગંભીર ગુન્હાઓમા કયા કયા આરોપીઓ મદદ
કરે છે.
તે સહીતની માહિતી મેળવવા આપેલી સુચના અન્વયે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઇમ બસીયા અને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ અને પીએસઆઈ સી.બી.જાડેજાએ જુદી જુદી ટીમો બનાવી ગુપ્ત રાહે તપાસ શરુ કરી હતી દરમિયાન નવા થોરાળામાં રહેતો અવેશ અયુબ ઓડીયા છેલ્લા ઘણા વર્ષોથી ગુનાહીત પ્રવૃતિ ચલાવવા સાગરીતો સાથે મળી ગુના આચરતા હોય અને જે ઓડીયા ગેંગ તરીકે ઓળખાય છે.
આ ગેંગ દ્રારા 2016થી 2025 દરમ્યાન રાજકોટમા પોતાની ધાક ઉભી કરવા જીવલેણ હથિયારો વડે ખુન, ખુનની કોશિશ, ગંભીર ઇજાઓ, ગેરકાયદેસર પ્રવેશ કરી અપહરણ કરવા મંડળી રચી હુમલા કરવા તેમજ ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવો સહિતના કુલ 15 ગંભીર પ્રકારના ગુના ધ્યાને આવતાં આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે ઓડિયા ગેંગનો મુખ્ય સૂત્રધાર આવેશ અયુબ ઓડિયા હાલ પાસા તળે ભાવનગર જેલમાં હોય જેનો ત્યાંથી કબ્જો લેવામાં આવશે જયારે તેના 9 સાગરીતોને ગઈકાલે જ પોલીસે દબોચી લીધા હતા તેમજ તમામ આરોપીઓની ગેરકાયદે વસાવેલ મીલકતો ટાચમા લેવા હવે કાર્યવાહી કરવામાં આવશે અને આ અંગેની તપાસ ડીવાયએસપી બી.વી.જાદવ ચલાવી રહ્યા છે.
ગુજસીટોકમાં ઓડિયો ગેંગના પકડાયેલ આરોપીઓ
- Advertisement -
અરબાઝ રફીક રાઉમા : નવા થોરાળા
સબ્બીર ઉર્ફે બોદુ સતાર ઓડીયા : નવા થોરાળા
ઇમ્તીયાજ આબીદ ઓડીયા : નવા થોરાળા
નયન જયોતીષ દાફડા : નવા થોરાળા
આબીદ ગની ઓડીયા : નવા થોરાળા
અનીશ આબીદ ઓડીયા : નવા થોરાળા
અબ્દુલ અનવર દલ : નવા થોરાળા
શાહિદ અશરફ ઓડીયા : નવા થોરાળા
મીત કિશોર પરમાર : નવા થોરાળા
રાજકોટ પોલીસની સેન્ચ્યુરી : 8 ગેંગના 100 શખ્સો સામે ગુજસીટોક
રાજકોટ પોલીસે કુલ 8 ગેંગના 100 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સેન્ચ્યુરી પુરી કરી છે રાજકોટમાં સૌપ્રથમ 2020માં દૂધની ડેરી વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે લાલાની ગેંગ સામે થોરાળા પોલીસમાં ગુજસીટોક નોંધાઈ હતી લાલાની ગેંગના 11 શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
ત્યાર બાદ પ્ર.નગર પોલીસે ભીસ્તીવાડની કુખ્યાત ગેંગના 13 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો તે પછી ક્રાઈમ બ્રાંચ દ્વારા 5 ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે જેમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકીના 11 શખ્સો સામે, રમેશ રાણા ગેંગના 3 શખ્સો સામે, પેંડા ગેંગના 21 શખ્સો સામે, મુરઘા ગેંગના 17 શખ્સો સામે અને હવે બાટલી ગેંગના 14 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો જયારે હવે ઓડિયા ગેંગના 10 સાગરીતો સામે ગુનો નોંધી રાજકોટ પોલીસે સેન્ચ્યુરી પુરી કરી છે.



