ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એસ. એમ. ઇશરાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઙજઈં એ.સી.સિંધવ તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 426 બોટલો કિં.રૂા.64,000, બિયરના 60 ટીન કિં.રૂા.6,000 ,એક ફોરવ્હીલ કાર કિં.રૂા.1,50,000 મળી કુલ રૂા.2,20,2000ના મુદામાલ સાથે ગીરીશભાઇ રામજીભાઇ ગાવડીયા રહે.વેરાવળ વાળને ઝડપી પાડી વેરાવળ સીટી પો.સ્ટે.માં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે હાજર નહી મળી આવનાર અરવિંદભાઇ ભીખાભાઇ કામળીયા રહે.કોડીનારને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
વેરાવળ દારૂના જથ્થા સાથે કાર સહિત રૂ.2.20 લાખના મુદ્દામાલ ઝડપાયો
