3.16 લાખનો મુદામાલ જપ્ત, બે આરોપી ફરાર
મોરબી એલસીબી ટીમે ખાનગી બાતમીને આધારે કાલિકા પ્લોટમાં દરોડો પાડીને 800 લીટર દેશી દારૂ ભરેલી નિશાન ટેરાનો કાર ઝડપી લીધી હતી. પોલીસે દેશી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 3.16 લાખનો મુદામાલ જપ્ત કરીને ફરાર થઈ ચૂકેલા બે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, મોરબી શહેરના કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ ખાતે અલીભાઇ મામદભાઇ પલેજા નામનો શખ્સ દેશી દારૂ મંગાવી વેચાણ કરવા માટે ઓરડીમાં ઉતારી રહ્યો છે.
- Advertisement -
જે બાતમીને આધારે એલસીબી ટીમે રેઇડ કરીને જીજે-05-જેઈ-3167 નંબરની નિશાન ટેરાનો કારમાંથી રૂપિયા 16 હજારની કિંમતનો 800 લીટર દેશી ઝડપી લીધો હતો અને દેશી દારૂ તથા કાર મળી કુલ રૂપિયા 3.16 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જો કે ફરી એકવાર દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો ભાગવામાં સફળ થયા હતા. આ બનાવામાં એલસીબી ટીમે અલીભાઇ મામદભાઇ પલેજા તેમજ કારચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બંનેની શોધખોળ હાથ ધરી છે.