ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 1ના પીએસઆઈ બશ વી બોરીસાગર અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી ખાનગી હકીકત આધારે નવાગામમાં ન્યુ શંકર ટ્રાન્સપોર્ટવાળી શેરીમાં દરોડો પાડતા એક કાર રેઢી મળી આવી હતી જેની જડતી લેતા અંદરથી 43,200ની કિમતનો દારૂ મળી આવતા દારૂ, કાર સહિત 4,43,200નો મુદામાલ કબજે કરી ગુનો નોંધી કાર નંબર આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.