વિદેશી દારૂની બોટલ 264 નંગ સાથે એક ઈસમ ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ ચોટીલા
સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ચોટીલા તાલુકાના સણોસરા ગામથી ખેરાણા ગામ તરફ જવાના રસ્તે એક કારમાં વિદેશી દારૂ હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમ દ્વારા વોચ ગોઠવી એક શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો જે દરમિયાન થોડે દૂર કારને અત્રી લઇ તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ બોટલ 264 નંગ કિંમત 1,48,104/- રૂપિયાનો મળી આવ્યો હતો આ સાથે કારમાં સવાર યોગેશ બચુભાઈ ઝાપડિયા રહે: અજમેર (વીંછિયા) વાળાને ઝડપી પાડી સ્વિફ્ટ કાર જીજે 03 કે સી 5066 નંબર વાળી કિંમત 2.50 લાખ તથા એક મોબાઇલ કિંમત પાચ હજાર એક કુલ 4,03,104/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ઈસમ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.