જેમાં 14 ગામની 93 બહેનોએ લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ગોવિંદપરા ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા બહેનોના તપાસ અને સારવાર અર્થે, કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ટિલાવત, ઈઇંઈ તાલાળાના ગાયનેક ડો. રખોલિયા, સૂપરવાયસર પ્રકાશભાઈ, લેબ ટેક પૂર્વિબેન, ફાર્માસિસ્ટ નિધીબેન, ઋઇંઠ મંજુબેન તેમજ અન્ય સ્ટાફ દ્વારા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 14 ગામોના 93 સગર્ભા બહેનોએ લાભ લઈ તપાસ અને સારવાર કરાવી હતી. જે લોકો માટે આશિર્વાદ સમાન બની હતી. ઉપરાંત પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ગોવિંદપરા ખાતે જાન્યુઆરી 2023 થી લઇ આજ સૂધી પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત પાંડુરોગ રોગ ધરાવતી કુલ 139 સગર્ભા બહેનોને કુલ 738 આયર્ન સુક્રોઝના બાટલા આપવામા આવ્યા અને પાંડુરોગથી મુક્ત કરવામાં આવી છે તેમજ કેન્દ્ર ખાતે 2023 માં કુલ 107 સામાન્ય પ્રસુતિ સાથે જિલ્લા માં મોખરે છે.
ગોવિંદપરા આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે કેમ્પ યોજાયો
