ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.7
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં 1/2 ની વચ્ચે આરોપી પ્રિયદર્શન ઠાકરની કબ્જા ભોગવટા વાળી ઓફિસમાં જુગાર રમતા 12 ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે પ્રિયદર્શન પુર્ણશંકરભાઇ ઠાકર રહે. મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટી પ્લેટીનિયમ હાઇટસ 601 વાળા લાતીપ્લોટ શેરીનં.1/2 વચ્ચે આવેલ પોતાની ઓફીસમા બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવેછે. જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા 12 (બાર) ઇસમો પ્રિયદર્શન પુર્ણશંકરભાઇ ઠાકર (ઉ.વ.60) રહે.મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટી પ્લેટીનિયમ હાઇટસ 601, ભાવેશભાઇ જેરામભાઇ અઘારા (ઉ.વ.39) રહે.સરવડ ઉમીયાનગર તા. માળીયા (મી), સંજયભાઇ લક્ષ્મીદાસભાઇ રોજીવાડીયા (ઉવ.52) રહે. મોરબી રવાપર એસ.પી.રોડ ફલોરા-ડી બ્લોકનં.801, દીલીપભાઇ રણછોડભાઇ દેત્રોજા (ઉ.વ.45) મોરબી રવાપર રોડ તળાવની બાજુમા મુળરહે.નીચીમાંડલ તા.મોરબી, ફારૂકભાઇ દાઉદભાઇ સલેમાનભાઇ ચાનીયા (ઉ.વ.53) રહે.લુવાણાપરા શેરીનં.1 દાણાપીઠ મોરબી, બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ રામસિંહ જાડેજા (ઉ.વ.66) રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ શનીદેવ મંદીર પાસે ત્રણ માળીયામા મુળરહે.સજનપર (ઘુનડા) તા.ટંકારા, અમીતભાઇ ગુણવંતભાઇ તુલસીભાઇ ગૌસ્વામી (ઉ.વ.40) રહે.મોરબી ક્ધયા છાત્રાલય રોડ સુપરમાર્કેટ પાછળ ચાણકયુપુરી ” ઓમ ટાવર” ફલેટ નં.601 મુળરહે.ઉટબેટ શામપર તા.મોરબી, અકબરભાઇ જુસબભાઇ કટીયા (ઉ.વ.39) રહે.મોરબી જુના બસસ્ટેન્ડ ઇદ મસ્જીદ પાછળ શેરીનં.2, સુભાનભાઇ ઇકબાલભાઇ જેડા (ઉ.વ.37) રહે.મોરબી ખ્વાજા પેલેસ વાળી શેરી જોન્શનગર, જુસબભાઇ ગુલમામદભાઇ મોવર (ઉ.વ.40) રહે.મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ ઇદ મસ્જીદ પાસે મોરબ, પ્રાણજીવનભાઇ સવજીભાઇ સંઘાણી (ઉ.વ.63) રહે.મોરબી કેનાલ રોડ રાધાક્રિષ્ના સોસાયટી મુળ રહે.વવાણીયા તા. માળીયા(મી) ભરતભાઇ તળશીભાઇ સાંદેશા (ઉ.વ.35) રહે.મોરબી મોટી માધાણી શેરી રૂદ્ર ફલેટ નં.203 મુળ રહે.રાધનપુર ઠાકોરવાસ પ્રભાત ટોકીઝ પાસે જી. પાટણવાળાને પકડી પાડી ઇસમો પાસેથી રોકડ રૂ.2,0,8200/- તથા મોબાઇલ નંગ-11 કિ.રૂ.1,80000/- તથા એક કાર તથા ત્રણ બાઇક કિ.રૂ.6,50,000/- મળી કુલ રૂ.10, 38,200/- નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે.મા ઇસમો વિરુધ્ધ જુગારધારા કલમ.4-5 મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



