ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરનાં ધારી બાયપાસ પર આવેલ રેલ્વે અંડરબ્રીજમાં પાણી ભરાતા એક મુશાફરો ભરેલી બસ ફસાઇ હતી. સદનસીબે કોઇ મોટી દુર્ઘટના બનતી અટકી હતી. જેમાં પાણીમાં બસ ફસાતા મુસાફરોને ટ્રેકટર દ્વારા સ્થાનિક લોકોએ બહાર કાઢયા હતા. વિસાવદર શહેરથી ધારી તરફ જવા માટે બાયપાસ બનાવવામાં આવેલ છે.
આ બાયપાસમાં રેલવેનો અંડરબ્રીજ ચોમાસા દરમિયાન પાણી ભરાઇ જવાની સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે આ અંડરબ્રીજમાં પાણી ભરાવવાના લીધે એક બસ પાણીમાં ફસાઇ ગઇ હતી. જો કે, અંડબ્રીજમાંથી પાણી કાઢવા માટે એક મોટર દ્વારા સતત 24 કલાક કામગીરી કરવામાં આવે છે. ત્યારે પાણીની મોટર બળી જતા વરસાદી પાણી અંડરબ્રીજમાં ભરાઇ ગયુ હતુ. સદનસીબે કોઇ મુસાફરોને જાનહાની થઇ ન હતી. ત્યારે સ્થાનિક લોકોએ આ અંડરબ્રીજમાંથી પાણીના નિકાલની કાયમી સમસ્યા ઉકેલાય તેવી માંગ ઉઠી છે.