પરિવારજનો પણ અજાણ હોઇ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં બિલ્ડીંગ મટિરિયલ્સના ધંધાર્થીએ ગઈકાલે પોરબંદર ખાતે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અંહી સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોરબંદરના ઓમ નગર જ્યુબેલી વિસ્તારમાં રહેતા અને બિલ્ડીંગ મટિરિયલ્સનો વેપાર કરતાં વિજયભાઈ સવદાસભાઈ ઓડેદરા ઉં. વ. 34એ ગત સાંજે કોઈ કારણોસર એસિડ પી લેતા વિજયભાઈને તાત્કાલિક પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા
- Advertisement -
અહીં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી રાજકોટ પોલીસની ટીમ દોડી ગઈ હતી. જરૂરી કાગળ કાર્યવાહી કરી આજે સવારે વિજયભાઈના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડ્યો હતો મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમને સંતાનમાં 2 દીકરા અને 2 દીકરી છે જેમાં વિજયભાઈ સૌથી નાના હતા વિજયભાઈ તેના પત્ની અને એક પુત્ર સાથે રહેતા હતા ગઈકાલે સાંજે 6 વાગ્યે કોઈ કારણોસર તેમણે એસિડ પી લીધું હતું. પરિવાર આપઘાતના કારણથી અજાણ હોય કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.