ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
કચ્છ તરફથી આવતી બોલેરો પીકઅપને ગાળા ગામ નજીક આંતરી લઈને ગૌરક્ષકોની ટીમે કતલખાને ધકેલાતા અબોલ જીવોને બચાવી લીધા હતા 10 જીવ અને વાહન સહિતનો મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી મોરબી એક બોલેરો પીકઅપમાં અબોલ જીવો ભરીને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે જેથી સંસ્થાઓ અને ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને મોરબી તાલુકાના ગાળા ગામ નજીકથી જીજે 12 એવાય 2901 ને આંતરી લઈને તલાશી લેતા પાડા જીવ નંગ 10 ક્રુરતા પૂર્વક ટૂંકા દોરડા વડે બાંધી કતલખાને લઇ જવાતા હતા જે અબોલ જીવોને બચાવી લીધા હતા અને બોલેરો ચાલકની પૂછપરછ કરતા શિકારપુરથી જીવો ભરી મોરબી ખાટકીવાસમાં લઇ જતા હોવાનું જણાવ્યું હતું જેથી અબોલ જીવોને બચાવી મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે અને આરોપી સહિતનો મુદામાલ મોરબી તાલુકા પોલીસ મથકને સોપાયો છે.
કચ્છથી મોરબી કતલખાને ધકેલાતા અબોલ જીવ ભરેલી બોલેરો ગાળા ગામ નજીકથી ઝડપાઈ
