જન્મથી અંધ હતો સાહિલ પઠાણ, પરંતુ કુદરતે કૃપા કરતા હવે બાઇક ચલાવે છે
ખાસ-ખબર સંવાદદાતા
અનેક મુશ્કેલીનો સામનો કરી અંતે હાર ન માની માતા પિતાના સાથ સહકારથી પુત્ર અંધ હોવા છતાં પણ તેને રસ ધરાવનાર સિંગિંગમાં આગળ વધારવાનું કામ કર્યું અંતે મુંબઈની અંદર યોજાયેલ સીટુ બી સિંગિંગ સ્પર્ધામાં જૂનાગઢના 22 વર્ષીય અંધ યુવાન સાહિલ રિયાઝખાન પઠાણે પ્રથમ ક્રમાંકે ફાઇનલ રાઉન્ડમાં વિજેતા બનીને જૂનાગઢનું નામ રોશન કર્યું છે. આ સાથે જ યુવાનને હવે આગામી સમયમાં ફિલ્મમાં પણ ગીત ગાવાનો મોકો મળશે. સાહિલ જન્મથી જ તેને આંખોથી દેખાતું નથી, માતા-પિતાએ ખૂબ તેમના બાળક પાછળ મહેનત કરી. યુવાન સાહિલ ખાનને સિંગિંગનો નાનપણથી જ શોખ હતો.તે પોતાના ઘરે પ્યાનો લઈ અને ગીત ગાતો હતો. બાજુમાં તે જૂનાગઢના સિંગર માધવ સાંગાણી પાસે પ્રેક્ટિસ કરવા જતો અને ત્યાંથી બીજા સ્ટેજ પર પહોંચવામાં યુવાન સફળ રહ્યો છે. સાહિલે 12 પાસ કર્યા બાદ બીએસઆઈ કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન બાદ હાલ એમ.એ. કરી રહ્યો છે.આ યુવાન નોકરી માટે અનેક સ્થળ પર ગયો પરંતુ તેને કોઈએ નોકરી પર ન રાખ્યો તેનું કારણ હતું કે તેને કુદરતી દેખાતું નથી પરંતુ હાલના સમયમાં આ યુવાનને કુદરતી રોશની આવી છે અને બાઈક પણ ચલાવી શકે છે.