જાન્યુઆરી 2022 માં ત્રીજી લહેર પછી છેલ્લા સાત દિવસમાં ચેપની સંખ્યામાં સૌથી ઝડપી દરે વધારો થયો છે. 6 મહિનામાં દૈનિક કેસની સૌથી વધુ સંખ્યા
દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ફરી એકવાર સતત વધી રહી છે. વાર જાણે એમ છે કે, ભારતમાં રવિવારે 3,800થી વધુ નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. જાન્યુઆરી 2022 માં ત્રીજી લહેર પછી છેલ્લા સાત દિવસમાં ચેપની સંખ્યામાં સૌથી ઝડપી દરે વધારો થયો છે. 6 મહિનામાં દૈનિક કેસની આ સૌથી વધુ સંખ્યા છે. છેલ્લા અઠવાડિયામાં (26 માર્ચથી 1 એપ્રિલ) દેશમાં 18,450 થી વધુ નવા કેસ નોંધાયા છે. જે અગાઉના સપ્તાહમાં નોંધાયેલા 8,781 કેસ કરતાં 2.1 ગણો વધુ છે.
- Advertisement -
એક અહેવાલ મુજબ હવે કેસ બમણા થવાનો સમય ઘટીને સાત દિવસથી ઓછો થઈ ગયો છે. છેલ્લી વખત એક અઠવાડિયામાં દૈનિક સંખ્યા બમણીથી વધુ ત્રીજી લહેર દરમિયાન હતી. સારી વાત એ છે કે, દૈનિક કેસ પ્રમાણમાં ઓછા રહ્યા છે અને મૃત્યુમાં પણ સામાન્ય વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં 29થી 36 મૃત્યુ નોંધાયા છે.
સૌથી વધુ કેસ કયા રાજ્યમાં ?
છેલ્લા અઠવાડિયાની જેમ કેરળમાંથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોના નવા કેસમાં બમણાથી વધુ વધારો થયો છે. કેરળ, ગોવા અને દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને યુપી જેવા ઉત્તરીય રાજ્યોમાં કોરોના કેસમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. આમાંના મોટાભાગના રાજ્યોમાં છેલ્લા અઠવાડિયામાં કેસો તેના પહેલાના અઠવાડિયા કરતા ત્રણ ગણા વધુ છે. ગયા અઠવાડિયે હિમાચલ પ્રદેશમાં કોરોનાના 1200 નવા કેસ નોંધાયા છે, જ્યારે તે પહેલા અઠવાડિયામાં 409 કેસ હતા. કેરળમાં જ્યાં છેલ્લા અઠવાડિયામાં 4000 કેસ આવ્યા છે, ત્યાં અગાઉના સપ્તાહમાં 1333 નવા કેસ નોંધાયા હતા. અહીં ચેપ દર ત્રણ ગણો વધારે છે.
- Advertisement -
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ સંક્રમણ વધ્યું
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાજા કેસોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. જ્યાં થોડા અઠવાડિયાથી વાયરસ ફેલાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સ્થિર રહીને ગુજરાતમાં કોરોનાના નવા કેસનો દર ગયા અઠવાડિયે ધીમો પડ્યો. કર્ણાટક અને તમિલનાડુમાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે, જે તેલંગાણામાં ઘટાડો અને આંધ્ર પ્રદેશમાં તેજીની શરૂઆત દર્શાવે છે.