લોકસભા ચૂંટણી પહેલા INDIA ગાંઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પશ્ચિમ બંગાળમાં વિપક્ષી INDIA ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ ‘એકલા ચલો’નો નારો આપ્યો છે. મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે, TMC લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. મમતાની આ જાહેરાત સાથે જ વિપક્ષ INDIA ગઠબંધનના ચિત્ર અને ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.
મમતા બેનર્જીએ આ જાહેરાત કરી ત્યારે ઉપેક્ષાની પીડા અને કડવાશ પણ દેખાઈ રહી હતી. તેમણે કહ્યું કે મેં જે પણ સૂચનો આપ્યાં હતાં તે બધા ફગાવી દેવામાં આવ્યાં હતાં. આ બધા પછી અમે બંગાળ એકલા જવાનું નક્કી કર્યું. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે એમ પણ કહ્યું કે, તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે જવાના છે, આ અંગેની માહિતી તેમને સૌજન્યની બાબતમાં પણ આપવામાં આવી નથી. મમતા બેનર્જીએ કહ્યું કે, આ બધાને લઈને અમારી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી. આ સંપૂર્ણપણે ખોટું છે.
- Advertisement -
West Bengal CM Mamata Banerjee says "I had no discussions with the Congress party. I have always said that in Bengal, we will fight alone. I am not concerned about what will be done in the country but we are a secular party and in Bengal, we will alone defeat BJP. I am a part of… pic.twitter.com/VK2HH3arJI
— ANI (@ANI) January 24, 2024
- Advertisement -
TMCના વડા મમતા બેનર્જીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીના નિવેદનની તેના પર કોઈ અસર થઈ નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિત અન્ય ગઠબંધન ભાગીદારોના અગ્રણી નેતાઓને પણ બોલાવવામાં આવશે. મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે પહેલેથી જ કહ્યું છે કે, કોંગ્રેસે 300 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ અને પ્રાદેશિક પક્ષોને તેમના વિસ્તારોમાં ભાજપ સાથે સ્પર્ધા કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રાદેશિક પક્ષો સાથે રહેશે પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે જો તેઓ દખલ કરશે તો આપણે ફરીથી વિચારવું પડશે.
આ સાથે તેમણે મહાગઠબંધનની આગેવાની કરતી કોંગ્રેસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નોંધનીય છે કે, TMCએ સ્પષ્ટ કર્યું હતું કે, તે કોંગ્રેસને બે બેઠકો આપશે. કોંગ્રેસે 2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 42માંથી બે બેઠકો જીતી હતી. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આ અંગે કડક નિવેદન આપ્યું છે. અધીરે કહ્યું હતું કે, અમે ત્યારે બે સીટ જીતી હતી, હવે પણ જીતી શકીશું. અમારે TMC તરફથી કોઈ ભિક્ષાની જરૂર નથી. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી માટે 28 વિપક્ષી દળો INDIA એલાયન્સના બેનર હેઠળ એક મંચ પર એકઠા થયા હતા. વિપક્ષ એકજૂથ થઈને BJPના નેતૃત્વ હેઠળના NDAએને હરાવવા અને તેને ચૂંટણીલક્ષી પડકાર આપવાનું આયોજન કરી રહ્યું હતું. પરંતુ હવે મમતાએ બંગાળમાં વિપક્ષી ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે.