ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની આ વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જો કે બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. હાલ મળતી જાણકારી અનુસાર અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની આ વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. શમીના હાથમાં આ ઈજા પંહોચી છે, જો કે બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
- Advertisement -
જણાવી દઈએ કે ભારતે બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે અને રવિવારથી વનડે સીરિઝ શરૂ થઈ રહી છે. ઝડપી બોલર મોહમ્મદ શમી ODI અને ટેસ્ટ બંને ટીમોનો ભાગ હતો અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં આક્રમક બોલિંગમાં આગેવાની કરવા માટે તૈયાર હતો પણ ઈજાને કારણે તે 1 ડિસેમ્બરે બાકીની ટીમ સાથે બાંગ્લાદેશ ગયો નહતો.
Snapshots from #TeamIndia's first training session in Bangladesh ahead of the three-match ODI series.#BANvIND
📸 – BCB pic.twitter.com/AXncaYWeup
- Advertisement -
— BCCI (@BCCI) December 2, 2022
શમીને આરામ કરવા કહેવામાં આવ્યું છે
આ બધી વાતની જાણકારી ધરાવતા બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘મોહમ્મદ શમીના હાથમાં ઈજા થઈ છે. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ બાદ ફરી ટ્રેનિંગ શરૂ કર્યા બાદ શમીને આ ઇજા પંહોચી હતી તેને એનસીએને રિપોર્ટમાં આરામ કરવા કહેવામાં આવ્યું છે એટલા માટે એમને 1 ડિસેમ્બરે ટીમ મુસાફરી નહતી કરી.’
બીસીસીઆઈ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી શકે
આપણે બધા જાણીએ છીએ કે ટી-20 વર્લ્ડ કપ બાદ શમી સહિત રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બ્રેક આપવામાં આવ્યો હતો અને ચાર ઝડપી બોલર – મોહમ્મદ સિરાજ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને યુવા ખેલાડી કુલદીપ સેન પહેલેથી જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હાલની પરિસ્થિતિ જોતાં બીસીસીઆઈ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી શકે છે.