ઉતરન સીરિયલથી ઘેર ઘેર જાણીતી બનેલી ટીવી એક્ટ્રેસે શ્રીજિતા ડેએ તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ માઈકલ સાથે જર્મનીમાં ખ્રિસ્તી વિધિ અનુસાર લગ્ન કરી લીધા છે.
ટીવી પર સૌથી લાંબી ચાલેલી સીરિયરલ ઉતરનથી ઘેર ઘેર જાણીતી બનેલી ટીવી કલાકાર શ્રીજિતા ડેએ હવે તેનું ઘર વસાવી લીધું છે. શ્રીજિતાએ જર્મનીમાં તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ માઈકલ સાથે લગ્ન કરીને ફેન્સને ખુશખબર આપ્યાં હતા. ઉત્તરન ફેમ અભિનેત્રીએ અંગ્રેજી વ્હાઇટ વેડિંગ કર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્રીજીતા ડેએ તેના લગ્નમાં વ્હાઇટ ગાઉન પહેર્યું હતું, જેમાં તે કોઈ પરીથી ઓછી દેખાતી નહોતી. સાથે જ શ્રીજીતા ડેના પતિ માઇકલ બ્લેક સૂટમાં દેખાયા હતા. માઇકલ અને શ્રીજીતા ડેના ચર્ચ વેડિંગ હાલ ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા પર શ્રીજીતા ડેના લગ્નની ઘણી તસવીરો સામે આવી રહી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
શ્રીજિતાએ શેર કરી તસવીરો
શ્રીજીતા ડેએ માઈકલ સાથેના તેના ચર્ચ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી હતી. આ તસવીરો શેર કરતા શ્રીજીતા ડેએ કેપ્શનમાં લખ્યું- ‘આજે અમે આવતીકાલની શરૂઆત કરી રહ્યા છીએ. શ્રીજીતા ડેએ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ માઇકલ બ્લોહ પેપ સાથે જર્મનીમાં લગ્ન કર્યા છે. શ્રીજીતા ડેએ શેર કરેલા ફોટામાં તે માઈકલને હાથ પકડીને ચર્ચની અંદર જતી જોવા મળી રહી છે, ત્યારબાદ પછી તેઓ એકબીજાને વેડિંગ કિસ આપતાં જોવા મળી રહ્યાં છે.
View this post on Instagram
શ્રીજિતાના ડ્રેસે ચાહકોનું ધ્યાન ખેંચ્યું
શ્રીજીતા ડેનો વેડિંગ ગાઉન ખૂબ જ સુંદર છે, ઓફશોલ્ડર ગાઉન પહેર્યું છે, ગળામાં ડાયમંડ સેટ પહેર્યો છે, અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. શ્રીજીતા ડેના ચાહકો સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપી રહ્યા છે.