‘લગ્ન મારા સારા સ્વાસ્થ્યનું રહસ્ય’
ખાસ-ખબર સંવાદદાતા
સાઉદી અરેબિયામાં રહેતા 90 વર્ષના નાસર બિન દહૈમ બિન વહાક અલ મુર્શિદી અલ ઓતૈબી ચર્ચાનો વિષય બની ચૂક્યા છે. તેની પાછળનું કારણ તેના પાંચમા લગ્ન છે. તેમણે તાજેતરમાં જ સાઉદીના અફિક પ્રાંતમાં પોતાના પાંચમા લગ્નનો જશ્ર્ન મનાવ્યો હતો.
- Advertisement -
વાયરલ વીડિયોમાં નાસિર બિન દહૈમનો પૌત્ર તેમને તેના લગ્ન માટે અભિનંદન પાઠવી રહ્યો છે. આ દરમિયાન પૌત્રએ લખ્યું કે હું મારા દાદાને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવું છું. સાઉદી અરેબિયામાં એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપતી વખતે વૃદ્ધે લગ્ન પાછળનો હેતુ શેર કર્યો હતો. તેમણે ઈસ્લામના સિદ્ધાંતોને જાળવી રાખવા અને સોબતને પ્રોત્સાહન આપવા માટે લગ્નના મહત્વનો હવાલો આપ્યો છે. નાસીર બિન દહૈમે ઈન્ટરવ્યુમાં હસીને કહ્યું કે હું ફરીથી લગ્ન કરવા માંગુ છું. તે આરામ, સાંસારિક ખુશી લાવે છે અને તે મારા સારા સ્વાસ્થ્યનું રહસ્ય છે. જે યુવકો લગ્ન કરવાથી સંકોચ અનુભવે છે તેમને હું લગ્ન કરવા વિનંતી કરું છું.
અલ ઓતૈબી ઉંમરને ધ્યાનમાં લીધા વિના લગ્નના ફાયદા અને તેનાથી મળતા આનંદને વ્યક્ત કરવામાં અચકાતાં નહોતા. તેમણે કહ્યું કે હું મારા હનીમૂનને લઈને ખુશ છું. વૃદ્ધાવસ્થા લગ્નને અટકાવતી નથી.નાસર બિન દહૈમ બિન વહાક અલ મુર્શિદી અલ ઓતૈબી 5 બાળકોના પિતા છે. જેમાંથી એક બાળકનું મૃત્યુ થયું છે. મારા બાળકોને હવે બાળકો છે. હું હજુ પણ બાળકો પેદા કરવા માંગુ છું.