જૂનાગઢ શહેરના મોતીબાગ પાસે કનેરિયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડેલ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. અહીંયા વહેલી સવારે 78 વર્ષીય ડોક્ટર દંપતીએ મતદાન કરી કહ્યું કે લોકશાહી મજબૂત બનાવવા માટે અચૂક મતદાન કરવું જોઈએ. ડો. ચંદ્રકાંત નાણાવટી નિવૃત્ત ઓર્થોપેડિક ડોક્ટર છે અને તેમના ધર્મ પત્ની ડો. બસંતીબેન નાણાવટી એમડી ફિઝિશિયન છે. તેમણે લોકશાહીના મહાપર્વમાં મતદારોએ મતદાન કરી અવશ્ય સામેલ થવું જોઈએ તેમ જણાવ્યું હતું.
Follow US
Find US on Social Medias