ભૂકંપનું કેન્દ્રબિંદુ સાન ડિએગો કાઉન્ટીમાં જુલિયનથી 2.49 માઇલ દક્ષિણમાં નોંધાયું
કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણ ભાગમાં, મેક્સિકોની સરહદ નજીક આવેલા સાન ડિએગો કાઉન્ટીમાં સોમવારે (14 એપ્રિલ, 2025)ના રોજ સવારે 10:10 વાગ્યે 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ સાન ડિએગો કાઉન્ટીમાં જુલિયનથી 2.49 માઇલ દક્ષિણમાં નોંધાયું હતું. શરૂઆતના ભૂકંપ પછી તરત જ ઓછામાં ઓછા સાત આફ્ટરશોક નોંધાયા હતા.
- Advertisement -
મળતી માહિતી મુજબ, સાન ડિએગો કાઉન્ટીએ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું એક કાઉન્ટી (જિલ્લો) છે. તેનું મુખ્ય શહેર છે સાન ડિએગો, જે કાઉન્ટીનું સૌથી મોટું શહેર અને મુખ્ય વહીવટી કેન્દ્ર પણ છે.
- Advertisement -