સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે
સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. BMCના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચેથી 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમની સ્થિતિ સ્થિર છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હાલ બચાવ કામગીરી ચાલુ હોવાથી 20 થી 25 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
- Advertisement -
#WATCH Four-storey building collapse in Kurla, Mumbai | 1 more rescued alive. Rescue operation on. No confirmation on how many people still trapped: Ashish Kumar, NDRF Deputy Commandant
Total 8 people rescued so far, as per BMC pic.twitter.com/5X1WIPHTiT
— ANI (@ANI) June 28, 2022
- Advertisement -
મુંબઈના કુર્લાના નાઈક નગરમાં 4 માળની જૂની ઈમારત ધરાશાયી
મુંબઈના કુર્લાના નાઈક નગરમાં 4 માળની જૂની ઈમારત સોમવારે મોડી રાત્રે ધરાશાયી થઈ હતી. આ ઘટના બાદ અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતાં. બિલ્ડિંગ ધરાશાયી થતાંની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરીનું કામ હાથ પર લીધું હતું. અત્યાર સુધીમાં 7 લોકોને બચાવી લેવાયા છે. 10 થી 25 લોકો હજુ પણ ફસાયેલા છે.
Kurla, Mumbai | A 4-storey building collapses in Naik Nagar. Fire brigade team, police at the spot as rescue operation continues
As per BMC, 7 people rescued from under debris are in stable condition; 20 to 25 likely to be trapped under the debris. Rescue operation on pic.twitter.com/M9stC1eFh6
— ANI (@ANI) June 27, 2022
અત્યાર સુધીમાં 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા
ઈમારત ધરાશાયી થયાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચેલા મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે રેસ્ક્યુ ઓપરેશનને વધુ ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ 4 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ તેમ છતાં લોકો અહીં રહેતા હતા. અમારી પ્રાથમિકતા દરેકને બચાવવાની છે. મુંબઈ જે ઈમારતોને ધરાશાયી થવાના આરે છે. તેના વિશે મંત્રી આદિત્ય ઠાકરે કહ્યું કે, જ્યારે પણ BMC જૂની ઈમારતો અંગે નોટિસ જાહેર કરે છે. ત્યારે તેને ખાલી કરી દેવી જોઈએ. નહીં તો આવી ઘટનાઓ બનતી રહેશે. જે ખૂબ જ દુર્ભાગ્ય પૂર્ણ છે. આ અંગે પગલા લેવા જરૂરી છે.