– ડિસેમ્બર સુધીમાં શ્રીનગર સમગ્ર ભારત સાથે રેલવે નેટવર્કથી જોડાઇ જશે
જમ્મુ ક્ષેત્રના રીયાસી જિલ્લામાં ચિનાબ નદી પર 359 મીટરનો દુનિયાનો સૌથી ઉંચો સીંગલ આર્ક રેલ્વે પુલ લગભગ તૈયાર થઇ ગયો છે. સલાલ-એ અને દુગ્ગા રેલ્વે સ્ટેશનને જોડી દેવામાં આવ્યા છે. ડિસેમ્બર સુધીમાં પાટા લગાવી દેવાયા બાદ શ્રીનગર સમગ્ર ભારત સાથે રેલ્વે નેટવર્કથી જોડાઇ જશે.
- Advertisement -
359 મીટરનો આ પુલ એફીલ ટાવરથી પણ 35 મીટર ઉંચો છે. 28000 કરોડના ખર્ચે નિર્માણ થયેલો આ પુલ ભૂકંપ પ્રુફ છે. 1315 મીટર લાંબા પુલનું આયુષ્ય 120 વર્ષનું ગણાવવામાં આવે છે અને 100 કિલોમીટરની ઝડપે ટ્રેન આ પુલ પરથી પસાર થઇ શકશે. સિંગલ આર્ક રેલવે પુલના ઓવર આર્ક ડેકને લોંચ કરવામાં આવ્યો હતો. નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થતા કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓએ તિરંગા લહેરાવીને ઉજવણી કરી હતી.