ખાસ-ખબર ન્યૂઝ ક્રોએશિયા, તા.21
ક્રોએશિયાના ઝાગ્રેબમાં એક યુવકે સ્કૂલમાં છરી વડે હુમલામાં સાત વર્ષની વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું અને એક શિક્ષક સહિત આઠ અન્ય ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ઘણાંની હાલત ગંભીર છે. હુમલાખોરનું નામ 19 વર્ષીય પ્રેકો છે, જે આ શાળાનો પૂર્વ વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. તે પહેલા ધોરણના ક્લાસ રૂૂમમાં ઘુસી ગયો હતો અને છરી વડે હુમલો કરવા લાગ્યો હતો.
હુમલાખોર પ્રેકોએ શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ શિક્ષકની સ્થિતિ હાલ ગંભીર છે. ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલોમાં પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાંચ વિદ્યાર્થીઓમાંથી ત્રણને ગંભીર ઈજાઓ ન હોવાનું જાણવા મળ્યું છે. ઝાગ્રેબ પોલીસે કહ્યું કે, ’હુમલાખોર પોલીસ કસ્ટડીમાં છે. ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે.’
આ પણ વાંચો: નેપાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફડી ગયા,ભયના માર્યા ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી
હુમલાખોરની માતાએ જણાવ્યું કે, મારો પુત્ર વર્ષોથી માનસિક રીતે બીમાર છે અને તેને ઘણી વખત મનોચિકિત્સક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. મેં ડોક્ટરને અપીલ કરી કે તેને રજા ન આપો કારણ કે તે બહાર જવા માટે યોગ્ય નથી.’ હુમલાખોર શાળાની નજીક રહેતો હતો, તેણે પાંચ વર્ષ અગાઉ આ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.