નાલંદા સોસાયટીમાં આવતી ટિપરવાન કાયમી 15 વર્ષીય યુવક ચલાવીને આવે છે, કોન્ટ્રાક્ટરોએ કોઈ જવાબ ન આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા ટિપરવાન શહેરમાં કાર્યરત છે. જો કે, ટિપરવાન ચલાવવા માટે મનપા ઝોન વાઇઝ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ લેતી કંપની ટિપરવાનમાં અંદાજે 15 વર્ષના છોકરાને ગાડી ચલાવવા આપતા હોય તેવી વિગત સામે આવી છે. શહેરના કોટેચા ચોકથી આગળ કાલાવાડ રોડ પર આવેલી નાલંદા સોસાયટીમાં રોજ સવારે ટિપરવાન કચરો લેવા માટે આવે છે પરંતુ ટિપરવાન કોઈ 15 વર્ષીય યુવક ચલાવી રહ્યો છે જેમની પાસે લાયસન્સ નથી કે, હજુ પોતે લાયસન્સ માટે ઉંમર પાકી નથી તેવા છોકરાઓને કોન્ટ્રાક્ટરો ગાડી ચલાવવા માટે આપી દે છે. જેનું કારણ એ પણ હોઈ શકે કે, આ છોકરાઓ ઓછા પગારમાં પણ કામ કરવા માટે તૈયાર થઈ જાય. ત્યારે નાલંદા સોસાયટીના એક રહીશે તેનો વીડિયો પર વાયરલ કર્યો છે અને તેણે જણાવ્યું કે, અવારનવાર આ ટિપરવાન બેફામ હાંકીને વાહનો સાથે અથડાવીને નુકસાન કરી રહ્યા છે. આ મુદ્દે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા પણ કોન્ટ્રાક્ટરે આ મુદ્દે કોઈ જવાબ આપ્યો નથી.
- Advertisement -
સેનિટેશન સમિતિના ચેરમેને કાર્યવાહી કરવાની આપી ખાતરી
15 વર્ષીય યુવક ટિપરવાન ચલાવતો હોય તે ઘટના અંગે મહાનગરપાલિકાના સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિન પાંભરે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા અંગે ખાતરી આપી હતી.