બાળકીએ માતા-પિતા અને આખા શહેરની પોલીસને ધંધે લગાડી
ખાસ-ખબર સંવાદદાતા
આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાજકોટ શહેરના પોપટપરા મેઈન રોડ ઉપર એક બાળકી તેના પિતા સાથે શહેરના પ્રહરનગર પોલીસ સ્ટેશન આવી હતી. તે બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે, તે ટ્યુશન જતી હતી ત્યારે બ્લેક કલરની થાર કારમાં આવેલાં ત્રણ લોકોએ તેને ઉપાડી લીધી હતી. આ પછી આગળ જતાં બીજી પાંચ વર્ષની બાળકીને ઉપાડી લીધી હતી. જે બાદ આગળ રેલવે ગરનાળું છે ત્યાં જઈ શેરી નંબર 6માં ઉતારી દેવામાં આવી હતી અને ગાડી રેલવે સ્ટેશન બાજુ જતી રહી હતી હોવાનું પોલીસને જણાવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
- Advertisement -
પોલીસે થોડીક જ વારમાં શહેરભરમાં તેમજ આજુબાજુના જિલ્લાઓમાં નાકાબંધી પણ કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તેમજ તાત્કાલિક ઘટના સ્થળે જઘૠ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી અને તે વિસ્તારના ઈઈઝટ જોતા સામે આવ્યું હતું કે, કોઈપણ જાતનું બાળકીનું અપહરણ કોઈ દ્વારા કરવામાં આવ્યું નથી.
- Advertisement -
સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં ઉઈઙ ઝોન 02એ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા બાળકીની પૂછપરછ કરતા બાળકી કબુલાત કરી હતી કે, મારે ટ્યુશનમાં નહોતો જવું એટલે આવું નાટક કર્યું હતું. કોઈપણ જાતનું મારું અપહરણ કરવામાં નહોતું આવ્યું. મને ટ્યુશનમાં જવું ગમતું નહતું. આમ બાળકીએ કરેલાં નાટકને લીધે આખા શહેરની પોલીસ તેમજ આજુબાજુની પોલીસ ધંધે લાગી હતી.