ઉધના ગામ સ્થિત હળપતી વાસનો બનાવ
અક્ષય સાઇકલ પર જતો હતો ત્યારે શ્વાને કર્યો હુમલો
- Advertisement -
સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ફરી વાર એવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં શહેરના ઉધના ગામ સ્થિત હળપતી વાસમાં 10 વર્ષના બાળકને બચકાં ભર્યા હતા. અક્ષય સાઇકલ પર જતો હતો ત્યારે શ્વાને હુમલો કર્યો હતો. સુરતમાં ખસીકરણ અને સ્ટીકર પાછળ 1,95,30,000નો ખર્ચ છતાં કૂતરાંની સંખ્યા વધતી જ જાય છે.
સુરતમાં શહેરના ઉધના હરીનગર વિસ્તારમાં 23 વર્ષીય યુવક રાતે બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે જ તેમના પગ ઉપર એક શ્વાને બચકું ભરી લીધું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. જેથી તેમને સારવાર લેવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. શ્વાનએ અચાનક પગમાં બચકા ભરી લીધા હતા. શહેરના ઉધના હરીનગર વિસ્તારમાં વિષ્ણુ ગુપ્તા જેઓ પાનની દુકાન ચલાવે છે. તેમને કોઇ કારણોસર ઉધના પોલીસ સ્ટેશન જવાનુ થયુ હતુ. ત્યારે ઉધના પાણી ટાંકી પાસેના ત્રણ રસ્તા ઉપર ત્રણ શ્વાન બેઠા હતા. ત્યાંથી જ વિષ્ણુ બાઈક ઉપર પસાર થઈ રહ્યાં હતા. ત્યારે એક શ્વાને વિષ્ણુના ડાબા પગ ઉપર અચાનક બચકું ભરી લીધું હતું. જેથી તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં જઈ સારવાર લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ વેડરોડ ભેસ્તાન ખજોદ વિસ્તારમાં લોકોને અને એમાં ખાસ કરીને નાના બાળકોને શ્વાનો દ્વારા બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી હતી. તે ઉપરાંત ખજોદ વિસ્તારમાં બાળકી અને ભેસ્તાન વિસ્તારમાં એક બાળકને બચકા ભરતા મોત પણ થયું છે. ત્યારે વધુ એક વખત એક યુવકને શ્વાને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે.