ખાસ-ખબર સંવાદદાતા
આજરોજ શહેરમાં બિનવારસી વાહનોના કેસો કરવા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. કુલ 44 બિનવારસી વાહનોને ડિટેઈન અને ટો કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી ડીસીપી પૂજા યાદવ અને એસીપી જે. બી. ગઢવીની રાહબરી હેઠળ બિનવારસી વાહનોના કેસો કરવા ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં સેકટર 1 પી.એસ.આઈ. આર. એસ. પરમાર દ્વારા 182 કેસો કરી 93100 દંડ કરી 19 વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા અને પી.આઈ. જીજ્ઞેશ દેસાઈ દ્વારા 20 વાહનો ડિટેઈન કરાયા. પી.આઈ. એન. જી. વાઘેલા દ્વારા બે ટુ વ્હીલર્સ અને બે ફોર વ્હીલર્સ વાહનો ડિટેઈન કરાયા હતા તથા પી.આઈ. વી. આર. રાઠોડ દ્વારા 152 કેસો કરી 64300 દંડ વસૂલ કરી 1 વાહન ડિટેઈન કરવામાં આવ્યું. આમ ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 44 બિનવારસી વાહનોને ડિટેઈન અને ટો કરવામાં આવ્યા હતા.