પાંચ રાજ્યોમાં વિધાનસભા ચુંટણીના પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો છે, પરંતુ તેલંગણામાં કોંગ્રેસની બહુમતિની સાથે પોતાની સરકાર બનાવવામાં સફળતા મળશે. કોંગ્રેસની હાર પછી કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, હાર પછી કોંગ્રેસ દુરવ્યવહાર કરવા પર ઉતરી આવી છે.
અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું કે, તેમના વિચારો સ્પષ્ટ છે, તેઓ દેશની સંસ્કૃતિ અને ઓળખને નાબૂદ કરવા માંગે છે. કેટલાક લોકો ટુકડે-ટુકડે ગેંગની સાથે ઉભા છે. પરંતુ અમે દેશના ભાગલા નહીં થવા દઇએ. તેમની વિચારધારા કેવળ હિંદુત્વ અને સનાતન ધર્મનું અપમાન કરે છે. કોંગ્રેસ અને તેમની સહયોગી પાર્ટી સતત સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે.
- Advertisement -
#WATCH | On Opposition leaders, including Digvijaya Singh questioning EVM, Union Minister Anurag Thakur says, " Congress doesn't believe in constitutional institutions. After accepting defeat, they never ponder the reason for the defeat. They keep blaming EVMs and slam Sanatan… pic.twitter.com/8PhjYPgSXI
— ANI (@ANI) December 6, 2023
- Advertisement -
તેમણે તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ટી પર નિશાન સાધતા કહ્યું કે, તેલંગણાના નવા મુખ્યમંત્રીએ એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, તેલંગણાનો ડીએનએ બિહારના ડીએનએથી વધારો સારો છે. દ્રમુખ નેતાઓના સનાતન ધર્મ, હિંદુ અને હિંદી બોલનારાની સામે પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસને સંવૈધાનિક સંસ્થાઓ પર ભરોસો રહ્યો નથી. હાર પછી તેઓ પોતાની હારના કારણોને જોતા નથી. તેઓ ફક્ત ઇવીએમને દોષ આપી રહ્યા છે. તેઓ કેવળ હિંદુઓ અને સનાતન ધર્મ પર નિશાન સાધે છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચુંટણીમાં ભાજપે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રજસ્થાનમાં જીત મેળવી હતી. જયારે કોંગ્રેસે તેલંગણામાં અને જોરામ પીપુલ્સ મૂવમેન્ટ મિઝોરમમાં સરકાર બનાવવામાં સફળતા મળેવી છે.