ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જિલ્લાના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના કાર્યક્રમો દરમિયાન ડ્રોનથી યુરિયા છંટકાવના ફાયદા અંગે ખેડૂતો જાણકારી મેળવી હતી જેમાં માળિયા હાટીના તાલુકાના ધરમપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ખેડૂતોને ભારત સરકારની વિવિધ યોજનાઓ અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લેવાયેલા ખેડૂત કલ્યાણના નિર્ણયોની જાણકારી આપી જણાવ્યું હતું કે ડ્રોનથી યુરિયા છંટકાવ કરવાથી ખેડૂતોને ફાયદો થાય છે તેમજ રાષ્ટ્રને પણ આયાતની દ્રષ્ટિએ ફાયદો થાય છે જુનાગઢ જિલ્લાના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના કાર્યક્રમો દરમિયાન ડ્રોનના નિર્દેશનો કરવામાં આવે છે અને વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સંકલનથી ગામ લોકોને વિવિધ યોજનાઓની જાણકારી આપે છે.