સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલને લઈને એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલે સીરિયાની ગોલાન હાઈટ્સ પરથી પોતાનો કબજો પાછો ખેંચી લેવો જોઈએ.
ભારતે ઈઝરાયેલ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આ પ્રસ્તાવમાં ઇઝરાયલને ગોલાન હાઇટ્સ વિસ્તારમાંથી હટી જવાની માંગ કરવામાં આવી છે. ગોલાન હાઇટ્સ એ સીરિયાનો એક વિસ્તાર છે જે 5 જૂન, 1967 ના રોજ ઇઝરાયલી દળો દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ભારત પેલેસ્ટાઈનની સાથે એ 91 દેશોની યાદીમાં છે જેણે આ ઠરાવની તરફેણમાં વોટ આપ્યો છે.
- Advertisement -
BREAKING: The United Nations has today overwhelmingly voted to condemn Israel's 🇮🇱 ongoing occupation of the Syrian Golan Heights 🇸🇾.
The only countries voting against the resolution:
🇮🇱 Israel
🇺🇸 USA
🇨🇦 Canada
🇬🇧 UK
🇦🇺 Australia
🇲🇭 Marshall Islands
🇫🇲 Micronesia
🇵🇼 Palau pic.twitter.com/M3R9lu82ep
- Advertisement -
— Alan MacLeod (@AlanRMacLeod) November 29, 2023
ઇઝરાયેલે ગોલાન હાઇટ્સ ખાલી કરી
એક અહેવાલ મુજબ, ઠરાવ જણાવે છે કે ઇઝરાયલ સુરક્ષા પરિષદના ઠરાવનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. તદનુસાર, યુએનજીએએ તેની માંગને પુનરાવર્તિત કરી છે કે સુરક્ષા પરિષદના ઠરાવોના પાલનમાં, ઇઝરાયેલે 4 જૂન, 1967ની સરહદનું પાલન કરવું જોઈએ અને સીરિયન ગોલાન હાઇટ્સમાંથી પીછેહઠ કરવી જોઈએ. ઠરાવ ચિંતા વ્યક્ત કરે છે કે, સુરક્ષા પરિષદ અને જનરલ એસેમ્બલીના ઠરાવોની વિરુદ્ધ, ઇઝરાયલ 1967 થી સીરિયન ગોલાનથી પીછેહઠ કરતું નથી.
કોનું સમર્થન, કોન વિરુદ્ધ?
28 નવેમ્બરે થયેલા મતદાનમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, ચીન, લેબનોન, ઈરાન, ઈરાક અને ઈન્ડોનેશિયા સહિત 91 દેશોએ યુએનના ઠરાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, પલાઉ, માઇક્રોનેશિયા, ઇઝરાયલ, કેનેડા અને માર્શલ આઇલેન્ડે આ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું. યુક્રેન, ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, બેલ્જિયમ, જાપાન, કેન્યા, પોલેન્ડ, ઓસ્ટ્રિયા અને સ્પેન સહિત 62 દેશો મતદાનથી દૂર રહ્યા હતા.
UN resolution demands that Israel leave Golan Heights, a territory stolen from Syria in 1967.
India, Russia, China… 91 countries voted in favor.
Five Eyes, Israel and two tiny vassals disagreed. pic.twitter.com/8YqTKUfDhO
— S.L. Kanthan (@Kanthan2030) November 29, 2023
ગોલન હાઇટ્સનું મહત્વ
ગોલાન હાઇટ્સ સીરિયામાં સ્થિત પર્વતીય વિસ્તાર છે. સીરિયાની રાજધાની દમાસ્કસ અહીંથી સ્પષ્ટ દેખાય છે. સીરિયાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઈઝરાયલ આનો ફાયદો ઉઠાવી શકે છે. ઈઝરાયલે સીરિયા સાથે 6 દિવસના યુદ્ધ બાદ 1967માં ગોલાન હાઈટ્સ પર કબજો કર્યો હતો.
એક અહેવાલ મુજબ, સીરિયાએ ફરી એકવાર 1973માં ગોલાન હાઇટ્સ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા ન મળી. રિપોર્ટ અનુસાર, 1974થી બંને દેશોએ આ વિસ્તારમાં યુદ્ધવિરામ લાગુ કર્યો છે અને ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના દળો યુદ્ધવિરામ રેખા પર તૈનાત છે. ઇઝરાયલે વર્ષ 1981માં ગોલાન હાઇટ્સને તેની સરહદ રેખામાં સામેલ કરવાની જાહેરાત કરી હતી, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂરી મળી ન હતી.